સુરત : માંગરોળના રહેણાંક વિસ્તારમાં દીપડો ઘુસ્યો, લોકો ઘરમાં કેદ થયા, જુઓ વિડીયો
સુરત : દક્ષિણ ગુજરાતના વન વિસ્તારમાં દીપડાઓની વધતી સંખ્યા હવે સ્થાનિકો માટે ચિંતાનો વિષય બની રહી છે. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં એક દીપડો ઝાડ ઉપર આવીને બેસી ગયો હતો.

લોકોમાં આ વન્ય જીવને જોઈને એ હદે ભય ફેલાયો હતો કે લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું. આ અંગેની જાણ વન વિભાગને કરવામાં આવતા અધિકારીઓ ટીમ સાથે માંગરોળના આંબલી ગામે દોડી આવ્યા હતા. મહામહેનતે દીપડાને બેભાન કરી ઝાડ ઉપરથી વનવિભાગના પાંજરામાં પૂરવામાં આવ્યો હતો.
વન્ય જીવની આરોગ્ય તપાસ બાદ તેને માનવી અને વન્ય જીવ બંને માટે સલામત સ્થળે મુક્ત કરવામાં આવશે