Surat: અડાજણમાં રાત્રિના સમયે ચાકુની અણીએ 8 લાખની લૂંટ, ટોબેકોના વેપારીને લૂંટી ત્રણ લૂંટારૂ ફરાર

|

Sep 14, 2023 | 12:02 AM

Surat: અડાજણ વિસ્તારમાં રાત્રિના સમયે વેપારી સાથે 8 લાખની લૂંટની ઘટના સામે આવી છે. ટોબેકોના વેપારી તેમના ઘરે જતા હતા તે દરમિયાન બાઈક પર આવેલા ત્રણ ઈસમોએ વેપારીને રોકી તેના પર ચાકુથી હુમલો કર્યો અને 8 લાખની રોકડ લઈ ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત વેપારીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

Surat: સુરતના અડાજણ વિસ્તારમાં લૂંટની ઘટના સામે આવી છે રાત્રીના સમયે વેપારી 8 લાખ રૂપિયા લઈને જતો હતો આ દરમ્યાન બાઈક પર આવેલા ત્રણ ઈસમોએ વેપારી પર હુમલો કરીને લૂંટ કરીને ફરાર થઇ ગયા હતા, આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. તો બીજી તરફ ઈજાગ્રસ્ત વેપારીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

ચાકુની અણીએ 8 લાખની લૂંટ ચલાવી લૂંટારૂ ફરાર

સુરતના અડાજણ વિસ્તારમાં રાત્રિના સમયે લૂંટની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી હતી, અડાજણ વિસ્તારમાં રાત્રીના સમયે ટોબેકોના વેપારી રવિભાઈ અમરનાણી પાસેથી 8 લાખની લૂંટ ચલાવવામાં આવી છે. વેપારી રાત્રીના સમયે ઘરે જતો હતો તે દરમ્યાન બાઈક પર આવેલા ત્રણ ઈસમોએ વેપારીને રોકીને હુમલો કર્યો હતો અને તેની પાસેથી 8 લાખની રોકડ લૂંટીને ફરાર થઇ ગયા હતા, લુટારુઓના હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા વેપારીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે તો બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો, આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે તો આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં લુંટારૂઓ વેપારી પર હુમલો કરીને લૂંટ કરતા નજરે ચડી રહ્યા છે.

આ પણ વાંચો: Gujarati Video: મહિસાગરના સંતરામપુરમાં તાંત્રિક વિધિના બહાને લાખોની છેતરપિંડી, કરોડો રૂપિયાની લાલચ આપી ખંખેર્યા

ડીસીપી રાકેશ બારોટે જણાવ્યું હતું કે રાત્રીના સમયે તમાકુના હોલસેલના વેપારી પોતાની બાઈક પર 8 લાખ રૂપિયા લઈને ઘરે જતા હતા, તે દરમ્યાન બાઈક પર ત્રણ જેટલા ઈસમો આવ્યા હતા અને વેપારીને રોકી ઈજા કરી તેઓની પાસેથી રોકડ રૂપિયા લૂંટીને લઇ ગયા છે, આ મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video