અરવલ્લીને લઈને સુપ્રીમ કોર્ટે અગાઉ આપેલા પોતાના જ ચુકાદા સામે આપ્યો સ્ટે, કેન્દ્ર-રાજ્ય સરકારોને ફટકારી નોટિસ

| Edited By: | Updated on: Dec 29, 2025 | 5:08 PM

અરવલ્લી પર્વતોની સુપ્રીમ કોર્ટે કરેલી વ્યાખ્યા અંગે વિવાદ સર્જાતા, સુપ્રીમ કોર્ટે આ મુદ્દા પર સુઓ મોટો લીધું. ગત 20 નવેમ્બરના રોજ, સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતો અને પર્વતમાળાઓની એક સમાન વ્યાખ્યા સ્વીકારી હતી. સુપ્રીમ કોર્ટે હવે આ નિર્ણય પર સ્ટે આપ્યો છે. આ કેસમાં આગામી સુનાવણી 21 જાન્યુઆરીએ હાથ ધરાશે.

અરવલ્લી પર્વતો અને પર્વતમાળાઓને લગતી સુપ્રીમ કોર્ટે 20 નવેમ્બરના રોજ આપેલ વ્યાખ્યા અંગેના પોતાના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોને આ કેસ સંદર્ભે નોટિસ પણ ફટકારીને જવાબ માગ્યો છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની બેન્ચે આજે સુનાવણી હાથ ધરી હતી. હવે આ કેસની વધુ સુનાવણી આગામી 21 જાન્યુઆરીએ હાથ ધરાશે.

પ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતો અને પર્વતમાળાઓની એક સમાન વ્યાખ્યા સ્વીકારી હતી. તેણે દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતમાં ફેલાયેલા અરવલ્લી ક્ષેત્રમાં, જ્યા સુધી નિષ્ણાંતો રિપોર્ટ ના આપે ત્યા સુધી નવા ખાણકામ લીઝની ફાળવણી પર સ્ટે મૂક્યો હતો.

કોર્ટે શું કહ્યું?

આજે સોમવારની સુનાવણી દરમિયાન, CJIની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કહ્યું, “અમે સમિતિની ભલામણો અને આ કોર્ટના નિર્દેશો પર હાલ માટે સ્ટે મૂકવો જરૂરી માનીએ છીએ. સમિતિની રચના ન થાય ત્યાં સુધી આ સ્ટે અમલમાં રહેશે.” મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાન્તે જણાવ્યું હતું કે કોર્ટે રિપોર્ટનું સંપૂર્ણ મૂલ્યાંકન કરવા અને આ પ્રશ્નોની તપાસ કરવા માટે એક ઉચ્ચકક્ષાની નિષ્ણાત સમિતિ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ પ્રસ્તાવિત પ્રક્રિયામાં અરવલ્લી પ્રદેશમાંથી બાકાત રાખવામાં આવનાર વિસ્તારોને વિગતવાર ઓળખવાનો અને આવા બાકાત રાખવાથી અરવલ્લી પર્વતમાળાને નુકસાન થઈ શકે છે અને ખતરો થઈ શકે છે કે કેમ તેનું મૂલ્યાંકન કરવાનો પણ સમાવેશ થશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

Published on: Dec 29, 2025 05:08 PM