ક્ષત્રિય આંદોલનનું સમર્થન કરતા શક્તિસિંહ ગોહિલે ભાજપને લીધી આડે હાથ, કહ્યુ આંદોલનને અહંકારથી તોડવાના કર્યા પ્રયાસ

|

Apr 16, 2024 | 10:34 PM

ક્ષત્રિય આંદોલનનું ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ફરી એકવાર સમર્થન કર્યુ છે અને કહ્યુ છે કે આ આંદોલનમાં સંયમ રાખનાર ક્ષત્રિય સમાજને વંદન કરુ છુ. ભાજપ પર પ્રહાર કરતા શક્તિસિંહે કહ્યુ આ આંદોલનમાં ભાજપના એકપણ હરથકંડાઓ કામ નહીં કરે.

છેલ્લા 25 દિવસથી ક્ષત્રિયો પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ સાથે આંદોલન કરી રહ્યા છે. ત્યારે હવે શનિવારે રાજકોટના રતનપર ગામે મળેલા ક્ષત્રિયોના મહાસંમેલન બાદ ક્ષત્રિય સમાજમાં જ બે ફાંટા પડ્યા હોય તેમ વિરોધના સૂર ઉઠવા લાગ્યા છે. પહેલા પદ્મિનીબા વાળાની સંકલન સમિતિ પર સવાલ ઉઠાવતી ઓડિયો વાયરલ થયા બાદ હવે ગીતાબા પરમારની ઓડિયો વાયરલ થઈ છે અને તેમણે સંકલન સમિતિનો જ બહિષ્કાર કરવાની વાત કરી છે ત્યારે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ક્ષત્રિય આંદોલન કરનારાના સમર્થનમાં આવ્યા છે અને તેમણે ભાજપની સરકારને આડેહાથ લેતા આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યુ કે ભાજપે હંમેશા આંદોલનને અહંકારથી તોડવાના પ્રયાસ કર્યા. આ આંદોલનમાં ભાજપના હથકંડાઓ કામ નહીં કરે. આંદોલનમાં સંયમ રાખનારા ક્ષત્રિય સમાજને વંદન કરુ છુ.

“ભાજપ આંદોલનમાં ચૂક કરી ગયુ”

વધુમાં શક્તિસિંહે રૂપાલા પર પણ પ્રહાર કર્યા અને જણાવ્યુ કે રૂપાલાએ પ્રથમથી જ જવાબદારી સમજી માતા અને દીકરીઓની માફી માગવાની જરૂર હતી. રૂપાલાએ ગોંડલમાં અહંકારથી માગેલી માફી યોગ્ય ન હતી. તેમણે કહ્યુ ક્ષત્રિય સંમેલન બાદ ડરી ગયેલી ભાજપ રૂપાલાના મુદ્દાને હાઈકમાન સુધી લઈ ગઈ. જો કે આ સ્વયંભુ આંદોલન છે. એકબે લોકોના કહેવાથી આંદોલન આંદોલન બંધ નહીં થાય. નીચલા સ્તરથી આંદોલન શરુ થયું છે, ભાજપ આંદોલનમાં ચૂક કરી ગયું છે. પાણી વહી ગયા બાદ પાળ બાંધવાથી કોઈ અસર ના થાય, ભાજપે હંમેશા આંદોલનને અહંકારથી તોડવાના પ્રયત્નો કર્યા પરંતુ આ આંદોલનમાં ભાજપના હથકંડાઓ કામ નહીં કરે. આ સાથે તેમણે જણાવ્યુ કે આંદોલનમાં સંયમ રાખનારા ક્ષત્રિય સમાજને વંદન.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

“આ સરકાર આંદોલન કરનારની આબરુ કાઢવાનું કામ કરે છે”

આટલેથી ન અટક્તા શક્તિસિંહે સરકાર પર પ્રહાર કર્યા કે આ સરકાર આંદોલન કરનારની આબરુ કાઢવાનું કામ કરે છે, આ સરકાર સામે અવાજ ઉઠાવનારની પાઘડી પાડવાનું કામ કરે છે, હવે ટીકીટ રદ્દ કરે તો પણ ભાજપ માફી ને પાત્ર નથી. હવે ભાજપ માટે આંદોલનમાં ઘણું મોડું થઈ ગયું છે.

આ પણ વાંચો: લોકસભા ચૂંટણી માટે રાજકોટ અને કચ્છમાં ભવ્ય રેલી સાથે ઉમેદવારોએ ફર્યા ફોર્મ, મૂરતિયાઓ હવે લગાવશે જોર- Video

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:29 pm, Tue, 16 April 24

Next Article