Breaking News : વિદ્યાર્થીઓને સારી ડ્યુટી ફાળવવા રુ. 40 હજારની લાંચ લેતા દેવગઢ બારિયાની સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ઝડપાયા

Breaking News : વિદ્યાર્થીઓને સારી ડ્યુટી ફાળવવા રુ. 40 હજારની લાંચ લેતા દેવગઢ બારિયાની સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ઝડપાયા

| Updated on: Oct 06, 2026 | 2:21 PM

આ સમગ્ર કાર્યવાહી ગાંધીનગર ACB દ્વારા કરવામાં આવી છે. લાંચની રકમ સ્વીકારતા આરોપી ઝડપાયા બાદ ACBએ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કેસમાં લાંચની માંગણી, સ્વીકાર અને અન્ય સંબંધિત હકીકતો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Dahod News : દેવગઢ બારિયાની સરકારી સિવિલ હોસ્પિટલમાં તબીબી વિદ્યાર્થીઓ પાસેથી લાંચ લેવાના મામલે ગાંધીનગર ACBએ કાર્યવાહી કરી છે. હોસ્પિટલના અધિક્ષક ડૉ. રહીમ મેમણને રૂ. 40 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે.

મળતી માહિતી મુજબ, જિલ્લા રેસિડન્સી પ્રોગ્રામ (DRP) હેઠળ J.S. ચૌહાણ સરકારી સિવિલ હોસ્પિટલ, દેવગઢ બારિયા ખાતે 8 વિદ્યાર્થીઓની નિમણૂક કરવામાં આવી હતી. આ વિદ્યાર્થીઓને સારી ડ્યુટી ફાળવવા તેમજ નોકરી દરમિયાન હેરાન નહીં કરવા માટે લાંચની માંગણી કરવામાં આવી હોવાનો આક્ષેપ છે.

દરેક વિદ્યાર્થી પાસેથી રૂ. 5 હજારની માંગ

આરોપ છે કે 8 વિદ્યાર્થીઓ પાસેથી દરેક વિદ્યાર્થી દીઠ રૂ. 5,000, એમ કુલ રૂ. 40,000ની લાંચ માંગવામાં આવી હતી. સમગ્ર મામલે ACBને ફરિયાદ મળ્યા બાદ લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. ACB દ્વારા ગોઠવવામાં આવેલા છટકા દરમિયાન આરોપીએ ફરિયાદી પાસેથી રૂ. 40,000ની લાંચ સ્વીકારી હતી. લાંચની રકમ સ્વીકારતાની સાથે જ ACBની ટીમે આરોપીને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.

ગાંધીનગર ACBની કાર્યવાહી

આ સમગ્ર કાર્યવાહી ગાંધીનગર ACB દ્વારા કરવામાં આવી છે. લાંચની રકમ સ્વીકારતા આરોપી ઝડપાયા બાદ ACBએ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કેસમાં લાંચની માંગણી, સ્વીકાર અને અન્ય સંબંધિત હકીકતો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી, 21મી સદીના યુવાનો માટે ગણાવ્યા રોલ મોડલ

Follow Us
Loading...
Unable to load recommendations.