Sunsar Waterfall Video: અરવલ્લીના સુનસર ધોધના આહ્લાદક દ્રશ્યો, કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠયું
Sunsar Waterfall Video: અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલો સુણસરનો ધોધ જીવંત બન્યો છે. વર્તમાન ચોમાસાની સિઝનમાં પ્રથમવાર સુણસરનો ધોધ જીવંત થયો છે. છેલ્લા બે દિવસથી વિસ્તારમાં ચોમાસુ જામ્યુ છે.
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલો સુણસરનો ધોધ જીવંત બન્યો છે. વર્તમાન ચોમાસાની સિઝનમાં પ્રથમવાર સુણસરનો ધોધ જીવંત થયો છે. છેલ્લા બે દિવસથી વિસ્તારમાં ચોમાસુ જામ્યુ છે. જેને લઈ વિસ્તારમાં ધોધમાર વરસાદ છેલ્લા બે દિવસથી વરસી રહ્યો છે. આ દરમિયાન સુણસરનો ધોધ વહેવાનો શરુ થતા જ સ્થાનિક ઉપરાંત બહારથી લોકો અહીં ધોધ જોવા માટે ઉમટવા લાગ્યા છે. ચોમાસાની શરુઆતે જ ધોધ વરસવાને લઈ સુંદર નજારો જોવા મળી રહ્યો છે.
મોડાસા, હિંમતનગર અને અમદાવાદના સહેલાણીઓ રવિવારે ધોધના નયનરમ્ય દ્રશ્યને માણવા માટે મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટ્યા હતા. રવિવારે સવારે પણ ભિલોડા અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. શનિવારે અને રવિવાર એમ બે દિવસ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. સ્થાનિક નદીઓમાં પણ વરસાદી માહોલને લઈ નવા પાણી આવ્યા છે.
આ પણ વાંચોઃ Praful Patel: એક નહીં બે પ્રફુલ પટેલ રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં, શુ તમે જાણો છો બંને દિગ્ગજ ગુજરાતીઓનુ હિંમતનગર ક્નેક્શન !
ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Jul 09, 2023 05:24 PM
Latest Videos