Vadodara : આખરે સુમનદીપ વિદ્યાપીઠમાં થયેલ રેગિંગ કેસમાં કાર્યવાહી, ત્રણ સિનિયર ડૉક્ટર સસ્પેન્ડ
રેગિંગ મામલે આક્ષેપિત ત્રણ સિનિયર ડૉક્ટરને ત્રણ માસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ પીડિત વિદ્યાર્થીના પિતા સુમનદીપ વિદ્યાપીઠના મેનેજમેન્ટથી અસંતુષ્ઠ છે.
જામનગરના વકીલના પુત્ર સાથે સુમનદીપ વિદ્યાપીઠમાં થયેલ રેગિંગ કેસમાં આખરે કાર્યવાહી કરવામાં આવી છે.આક્ષેપિત ત્રણ સિનિયર ડૉક્ટરને ત્રણ માસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં ડૉ.હાર્દિક નાયક, ડૉ.ક્ષેમશંકર શાહ અને ડૉ.ગૌરવ વડોદરિયાનો સમાવેશ થાય છે. મહત્વનું છે કે ત્રણેય ઓર્થોપેડિક વિભાગના ડૉકટર છે.
વિદ્યાર્થીના પરિવારે કર્યા ગંભીર આક્ષેપ
તો બીજી તરફ પીડિત વિદ્યાર્થીના પિતા સુમનદીપ વિદ્યાપીઠના મેનેજમેન્ટથી અસંતુષ્ઠ છે.પોલીસ ફરિયાદ સહિતની કડક કાર્યવાહી ન થઈ હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે. તો ડિપાર્ટમેન્ટના વડા અને અન્ય જવાબદાર સ્ટાફ સામે કેમ કોઈ કાર્યવાહી ન થઈ હોવાનુ તેમણે જણાવ્યુ છે.
એન્ટી રેગિંગ કમિટી સમક્ષ ફરિયાદ
આપને જણાવી દઈએ કે,ગત ડિસેમ્બર મહિનામાં સુમનદીપ વિદ્યાપીઠમાં ઓર્થોપેડિક વિભાગમાં અભ્યાસ કરતા સિનિયર ત્રણ વિદ્યાર્થીઓ દ્વારા જુનિયરને પરેશાન કરવામાં આવતાં હોવાની ફરિયાદ એન્ટી રેગિંગ કમિટીમાં કરવામાં આવી હતી.જેમાં ફરિયાદ બાદ કમિટી દ્વારા તમામ પક્ષના નિવેદનો મૌખિક અને લેખિતમાં પણ લેવામાં આવ્યા હતા.