ગુજરાતમાં(Gujarat) ગાંધીનગરમાં યુવરાજસિંહ જાડેજાની(Yuvrajsinh Jadeja) અટકાયત કરવામાં આવી છે. જેમાં યુવરાજસિંહ સામે ગાંધીનગર પોલીસે ગુનો નોંધવા કાર્યવાહી શરૂ કરી છે. જેમાં યુવરાજસિંહે પોલીસકર્મીઓ સાથે ઝપાઝપી કરી હતી. તેમજ પોલીસકર્મીઓ પર ગાડી ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ બે પોલીસકર્મીઓને સામાન્ય ઇજા પહોંચી(Injured) હતી. જો કે યુવરાજ સિંહે અટકાયત કરાયેલી યુવતીઓને બહાર કાઢવાનો પ્રયાસ કરતા ઘર્ષણ સર્જાયુ હતું.ગુજરાતની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરીતિ થયાના આક્ષેપ કરનાર યુવરાજસિંહની મુશ્કેલીઓ વધી શકે છે. ગાંધીનગરના ડીએસપી મયુર ચાવડાએ કહ્યું કેગાંધીનગર પોલીસ હેડક્વાર્ટરમાં યુવરાજસિંહે પોલીસ સાથે ઘર્ષણ કરી પોલીસ જવાનો પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યાના આરોપ હેઠળ અટકાયત કરવામાં આવી છે.
યુવરાજસિંહ પોતાની કારમાં બેસીને પરત જવા નીકળ્યા ત્યારે પોલીસે તેમને અટકાવવા પ્રયાસ કર્યો હતો.પોલીસ અને યુવરાજસિંહ વચ્ચેની આ ખેંચતાણ દરમિયાન પોલીસકર્મીને ઈજા પહોંચી છે યુવરાજસિંહે કારની રેસ આપીને આગળ વધવાનો પ્રયાસ કરતાં પોલીસે તેમને ઘેરી લીધા હતા અને પોલીસે તેમને ખેંચીને કારની બહાર કાઢ્યા હતા. પોલીસ અને યુવરાજસિંહ વચ્ચેની આ ખેંચતાણ દરમિયાન એક પોલીસ કર્મીને ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ દરમિયાન વાતાવરણ ઉગ્ર બન્યું હતું.આજે ગાંધીનગર પોલીસ હેડકવાર્ટરમાં યુવરાજસિંહે પોલીસ સાથે ઘર્ષણ કરી પોલીસ જવાનો પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યાના આરોપ હેઠળ અટકાયત કરવામાં આવી છે. પોલીસે યુવરાજસિંહ સામે IPC કલમ 332 અને 307 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : Surat: સુરતના નામે વધુ એક વર્લ્ડ રેકોર્ડ નોંધાશે, વિકાસશીલ ભારત વિષય ઉપર 250થી વધુ વકતાઓ સ્પીચ આપશે
આ પણ વાંચો : પાટીદાર અગ્રણી નરેશ પટેલના રાજકારણમાં જોડાવાને લઇ મોટા સમાચાર, ભાજપ સાથે જોડાય તેવી અટકળો તેજ
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો
Published On - 10:04 pm, Tue, 5 April 22