Mahisagar News : ધોધમાર વરસાદ ખાબક્તા ખાનપુરના પાદેડી ગામના બસ સ્ટેન્ડ પર પાણી ભરાયા, જુઓ Video

|

Sep 10, 2024 | 1:20 PM

હવામાન વિભાગની આગાહી વચ્ચે અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. મહીસાગરમાં વરસાદના પગલે ખાનપુરના પાદેડી ગામના બસ સ્ટેન્ડ પર પાણી ભરાયા છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. મહીસાગરમાં વરસાદના પગલે ખાનપુરના પાદેડી ગામના બસ સ્ટેન્ડ પર પાણી ભરાયા છે. ધોધમાર વરસાદ વરસતા રોડ પર પાણી ભરાતા વાહનચાલકો તેમજ યાત્રીઓ પરેશાન થયા હતા. ખેતરો અને ડુંગરોમાંથી પાણી આવતા પાણી ભરાયા છે.

અમદાવાદમાં આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતાઓ છે. અમદાવાદમાં આગામી ત્રણ દિવસ વરસાદ વરસી શકે છે. મોન્સુન ટ્રફના કારણે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ મંગળવારે એટલે કે આજે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

દાહોદ, અરવલ્લી, મહીસાગરમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. આ તરફ પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદામાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. આ તરફ 11 સપ્ટેમ્બરે પણ કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

Next Video