Gujarati Video : ડભોઈમાં રખડતા શ્વાનના આતંકથી લોકો ત્રાહિમામ, 7 દિવસમાં 150થી વધુ લોકોને રખડતા શ્વાન કરડયા

Gujarati Video : ડભોઈમાં રખડતા શ્વાનના આતંકથી લોકો ત્રાહિમામ, 7 દિવસમાં 150થી વધુ લોકોને રખડતા શ્વાન કરડયા

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2023 | 4:09 PM

ડભોઈમાં રખડતા શ્વાનના આતંકથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. છેલ્લા 7 દિવસમાં 150થી વધુ લોકોને રખડતા શ્વાન કરડયા છે. જેથી સરકારી હોસ્પિટલમાં ઇન્જેક્શન (injection) લગાવવા લોકોની લાંબી લાઈન લાગી હતી.

Vadodara : રખડતા ઢોરની સાથે ગુજરાતના અલગ અલગ શહેરોમાં રખડતા શ્વાન (Stray dogs) પણ આતંક મચાવી રહ્યા છે. વડોદરાના ડભોઈમાં રખડતા શ્વાનના આતંકથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.

છેલ્લા 7 દિવસમાં 150થી વધુ લોકોને રખડતા શ્વાન કરડયા છે. જેથી સરકારી હોસ્પિટલમાં ઇન્જેક્શન (injection) લગાવવા લોકોની લાંબી લાઈન લાગી હતી. શ્વાનના હુમલાથી રાહદારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. છતાં પાલિકાને ચિંતા ન હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. રસીકરણ અને ખસીકરણ અંગે પાલિકા ધ્યાન ન આપતી હોવાના સ્થાનિકોએ આરોપ લગાવ્યા હતા.

આ પણ વાંચો-ફરી એકવાર આંધળી શ્રદ્ધા! 10 મહિનાની બાળકીને શરદી થતા માતા-પિતા તાંત્રિક પાસે લઇ ગયા, બાળકીને અપાયા ડામ, જૂઓ Video

વડોદરા સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">