Gujarati Video : દ્વારકામાં રખડતા શ્વાનનો આતંક, 10થી વધુ સ્થાનિકો અને યાત્રાળુને શ્વાને બચકા ભર્યા

| Edited By: | Updated on: Sep 11, 2023 | 7:08 AM

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા શ્વાનનો આતંક વધતો જાય છે. પહેલા રખડતા ઢોર અને હવે રખડતા શ્વાને લોકોના મનમાં ભયનો માહોલ ઉભો કર્યો છે. દ્વારકામાં ફરી રખડતા શ્વાને આતંક મચાવ્યો છે. સ્થાનિકો અને યાત્રાળુ પર રખડતા શ્વાન અત્યાર સુધી 10 લોકોને બચકા ભર્યો છે. જેથી રખડતા શ્વાનના ત્રાસમાંથી છૂટકારો મળે તેવી માગ કરી છે.

Dwarka : રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા શ્વાનનો આતંક વધતો જાય છે. પહેલા રખડતા ઢોર અને હવે રખડતા શ્વાને લોકોના મનમાં ભયનો માહોલ ઉભો કર્યો છે. આવી જ ઘટના દ્વારકામાં બની છે. દ્વારકામાં ફરી રખડતા શ્વાને આતંક મચાવ્યો છે. સ્થાનિકો અને યાત્રાળુ પર રખડતા શ્વાન અત્યાર સુધી 10 લોકોને બચકા ભર્યો છે. જેથી રખડતા શ્વાનના ત્રાસમાંથી છૂટકારો મળે તેવી માગ કરી છે.

આ પણ વાંચો : Dwarka: નશાકારક આલ્કોહોલયુક્ત સિરપને લઈ પોલીસની ઝૂંબેશ, વધુ 3170 બોટલનો જથ્થા સાથે 1 શખ્શની અટકાયત

તો આવી જ ઘટના થોડા દિવસ અગાઉ રાજકોટના પડધરી તાલુકાના થોરીયાળી ગામે બની હતી. જ્યાં શ્વાને 15 લોકોને બચકા ભર્યા હતા. થોરીયાળી ગામેથી મળી રહેલા પ્રાથમિક અહેવાલ અનુસાર, ગામના કેટલાક શ્વાન હડકાયા થવા હોવાની વાત લોકમુખે ચર્ચાઈ રહી હતી. જેના કારણે શ્વાને 15 લોકોને બચકા ભર્યા હતા.

દેવભૂમિ દ્વારકા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો