વડોદરામાં જાહેરમાર્ગ પર મોતનું તાંડવ, અહીં યમદૂતના રૂપમાં ફરી રહ્યા છે રખડતા ઢોર

રખડતા ઢોરની ફરિયાદ મુદ્દે 18 જેટલા પશુ માલિકો સામે પોલીસ (Vadodara Police)  દ્વારા સુઓમોટો દાખલ કરવામાં આવી છે, છતાં સ્થિતિ ઠેરની ઠેર જ જોવા મળી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2022 | 1:39 PM

Vadodara : પાછલા 2 મહિનામાં વડોદરામાં રખડતા ઢોરની (Stray Cattle) અડફેટે આવતા 2 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે અનેક નિર્દોષ નાગરિકોના હાથપગ તૂટ્યા છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના (Vadodara Municipal corp) ચોપડે નોંધાયેલ સત્તાવાર કામગીરી ના આંકડા મુજબ ગત વર્ષ એપ્રિલ 2021 થી માર્ચ 2022 દરમ્યાન 4 હજાર 638 રખડતા ઢોર પકડી 32 લાખ 3 હજાર 800 નો દંડ વસુલ્યો છે અને 353 પોલીસ ફરિયાદ કરેલી છે. જ્યારે માર્ચ 2022 થી 12 મી ઓગસ્ટ 2022 સુધી 1 હજાર 52 રખડતા ઢોર પકડી 5 લાખ 60 હજાર 800 નો વસુલ્યો છે અને 64 પોલીસ ફરિયાદ કરેલી છે. રખડતા ઢોરની ફરિયાદ મુદ્દે 18 જેટલા પશુ માલિકો સામે પોલીસ (Vadodara Police)  દ્વારા સુઓમોટો દાખલ કરવામાં આવી છે.

પોલીસ દ્વારા સુઓમોટો દાખલ કરવામાં આવી

વડોદરામાં રખડતા ઢોરનો સૌથી વધુ ત્રાસ જૂના વડોદરામાં (Vadodara City) છે.ખાસ કરીને પૂર્વ વિસ્તારને ફતેપુરા વિસ્તારમાં રખડતા ઢોરના ત્રાસથી લોકો હેરાન પરેશાન થઇ ચૂક્યા છે.આ એ જ વિસ્તાર છે જ્યાં રખડતા ઢોરની અડફેટે આવતા 3 માસ અગાઉ એક વિદ્યાર્થીએ પોતાની આંખ ગુમાવવાનો વારો આવ્યો હતો, ત્યારે હવે આ રખડતી રંજાળ પર લગામ ક્યારે આવશે તે જોવુ રહ્યું.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">