Banaskantha : સલેમપુરા વિસ્તારમાં રખડતા ઢોરે બાળક પર કર્યો જીવલેણ હુમલો, Videoમાં CCTV ફૂટેજ જુઓ

| Edited By: | Updated on: Jul 31, 2023 | 1:15 PM

બનાસકાંઠાના પાલનપુરમાં રખડતા ઢોરે એવો આતંક મચાવ્યો કે જોવા જેવી થઈ ગઈ છે. ઘટના સલેમપુરા વિસ્તારની છે. જ્યાં બે મહિલા અને એક બાળક સોસાયટીમાંથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન અચાનક રખડતા ઢોરે હુમલો કર્યો હતો.

Banaskantha : રાજ્યમાં રખડતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે. તેવામાં બનાસકાંઠાના પાલનપુરમાં રખડતા ઢોરે એવો આતંક મચાવ્યો કે જોવા જેવી થઈ ગઈ છે. ઘટના સલેમપુરા વિસ્તારની છે. જ્યાં બે મહિલા અને એક બાળક સોસાયટીમાંથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન અચાનક રખડતા ઢોરે હુમલો કર્યો હતો.

આ પણ વાંચો : Banaskantha : ભીલડી હાઈવે પર ખુલ્લી ડ્રેનેજમાં આખલો પડતાં રેસ્ક્યૂ કરી બહાર કઢાયો, જુઓ Video

ગઈકાલની ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે આખલો બાળકની પાછળ દોડે છે. બાળક જીવ બચાવવા માટે દોડાદોડી કરે છે. પરંતુ આખલો તેને પોતાની ઝપેટમાં લઈ લે છે. તે ખૂબ લાંબા સમય સુધી બાળકને શિંગડાથી મારતો રહે છે. આખરે મોટી સંખ્યામાં સ્થાનિકો દોડી આવતાં આખલો ભાગવા લાગે છે. દ્રશ્યોમાં રખડતા ઢોરનો ત્રાસ જોઈ શકાય છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો