Vadodara Breaking Video : સાવલી તાલુકાના મંજુસર ગામે ગણેશ વિસર્જનની યાત્રા દરમિયાન થયો પથ્થરમારો, રામધૂન બોલાવી કડક કાર્યવાહીની માગ કરી

| Edited By: | Updated on: Sep 29, 2023 | 7:22 AM

વડોદરાના સાવલી તાલુકાના મંજુસર ગામે કોમી અથડામણની ઘટના બની છે. મંજૂસરના વાઘેલા ફળિયા વિસ્તારમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો ( Stone Pelting ) થયો હતો. મંજૂસર ગામમાં ગણપતિની વિસર્જન યાત્રા દરમિયાન પથ્થરમારો થયો હતો. પથ્થરમારાને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે.ગ્રામજનોએ પંચાયત પાસેના ચોકમાં બેસી રામધુન બોલાવી પથ્થરમારો કરનાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. તેમજ તોડફોડ કરી હતી.

Vadodara : વડોદરા જિલ્લામાં ફરી એકવાર પથ્થરમારાની ઘટના સામે આવી છે. વડોદરાના સાવલી તાલુકાના મંજુસર ગામે કોમી અથડામણની ઘટના બની છે. મંજૂસરના વાઘેલા ફળિયા વિસ્તારમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો ( Stone Pelting ) થયો હતો. મંજૂસર ગામમાં ગણપતિની વિસર્જન યાત્રા દરમિયાન પથ્થરમારો થયો હતો. પથ્થરમારાને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે.

આ પણ વાંચો : Vadodara Video : વડોદરામાં વિસર્જનના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત, 10 હજારથી વધારે ગણેશ પ્રતિમાનું કરાશે વિસર્જન

ગ્રામજનોએ પંચાયત પાસેના ચોકમાં બેસી રામધુન બોલાવી પથ્થરમારો કરનાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. તેમજ તોડફોડ કરી હતી. ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. ઘટના બાદ પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યુ છે.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો