Bhavanagar Video : પરસોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીની ગાડી પર થયો પથ્થરમારો, એક આરોપીની ધરપકડ
ભાવનગરમાં પરસોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીની ગાડી પર પથ્થરમારો થયો હોવાની ઘટના સામે આવી છે. પથ્થરમારો કરનાર મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે તેના અન્ય બે સાથીદાર પોલીસ પકડથી દૂર છે.
Bhavanagar : રાજ્યમાં અવારનવાર પથ્થરમારાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે રાજ્યમાં ફરી એક વાર પથ્થરમારાની ઘટના સામે આવી છે. ભાવનગરમાં પરસોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીની ગાડી પર પથ્થરમારો થયો હોવાની ઘટના સામે આવી છે.
પથ્થરમારો કરનાર મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે તેના અન્ય બે સાથીદાર પોલીસ પકડથી દૂર છે. દિવ્ય સોલંકી ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા ગયા હતા ત્યારે પીથલપુર ગામમાં પથ્થરમારાની ઘટના બની હતી. દિવ્યેશ સોલંકી સાથે તેમની સાથે ડ્રાઇવર અને બુધેશ જાંબુચા પણ હાજર હતા. જો કે હજી સુધી પથ્થરમારાનું કારણ અકબંધ છે.
Published on: Apr 01, 2024 11:03 AM