Surat: બાળકોના હાથમાં બેદરકારીનું સ્ટિયરિંગ. ફરી આવી જ ઘટના સુરતમાંથી સામે આવી છે. સુરતમાં વધુ એક વાહનચાલકે બાળકને સોંપ્યું બેદરકારીનું સ્ટેયરિંગ. રીક્ષાચાલકે શાળાના બાળકને રીક્ષાનું સ્ટેયરિંગ આપ્યું હોય, તેવો વીડિયો સામે આવ્યો છે. શાળામાં લઇ જતા સમયે બાળકને રીક્ષા ચલાવવા આપી દીધી. બાળકની રીક્ષાસવારીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. રીક્ષાચાલકના પ્રોત્સાહનથી અકસ્માતનો ખતરો ઉભો થઈ રહ્યો છે. રીક્ષાચાલકે અન્ય બાળકોનો જીવ પણ જોખમમાં મુક્યા.
વડીલોની બેદરકારી, બાળકોની જોખમી સવારી. છેલ્લા કેટલાક દિવસોથી વાયરલ થઇ રહેલા વીડિયો ગંભીર બેદરકારીના તો દર્શન કરાવી રહ્યા છે. સાથે જ અનેક સવાલો પણ ઉઠાવી રહ્યા છે. શહેરો અલગ અલગ છે, પરંતુ એક વાત સામાન્ય છે.
જેમના પર બાળકોને ટ્રાફિક નિયમનના સાચા પાઠ ભણાવવાની જવાબદારી છે તે વડીલો જ તેમની જવાબદારી ભૂલ્યા અને બાળકોના હાથમાં સોંપી દીધું બેદરકારીનું સ્ટેયરિંગ. ક્યાંક પિતાએ તેમના સંતાનને બાઇક ચલાવવા આપી દીધી તો ક્યાંક રીક્ષાચાલકે શાળાના બાળકને રીક્ષાનું સ્ટેયરિંગ સોંપી દીધું. પરંતુ આવી બેદરકારી બાળકો પર તો જીવનું જોખમ સર્જે છે, અન્ય લોકો અને વાહનચાલકો પર પણ જોખમ ઉભું કરે છે. મોટેરાઓ દ્વારા છડેચોક થતું ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન બની શકે છે મોતની સજાનું કારણ.
આ પણ વાંચો : Rajkot : કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ઇન્ટિરિયરના શો રૂમમાં ઘુસી, થયુ પારાવાર નુકસાન
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો