ન્યુ યરની ઉજવણી માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું પ્રવાસીઓનું હોટ ફેવરીટ, ડિસેમ્બરમાં લાખોની ભીડ, જુઓ Video
નર્મદા જિલ્લાની ગુલાબી ઠંડી વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટી (SoU) નવા વર્ષની ઉજવણી માટે પ્રવાસીઓનું સૌથી પસંદગીનું સ્થળ બની ગયું છે. ડિસેમ્બર માસની શરૂઆતથી જ અહીં પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ગુજરાત સહિત સમગ્ર ભારત અને વિદેશમાંથી મોટી સંખ્યામાં લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત માટે આવી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગત શનિવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અંદાજે 50 હજારથી વધુ પ્રવાસીઓ નોંધાયા હતા, જ્યારે રવિવારે આ આંકડો 70 હજારને પાર ગયો હતો. માત્ર બે દિવસમાં જ એક લાખથી વધુ પ્રવાસીઓએ SoUની મુલાકાત લીધી છે. 31 ડિસેમ્બર સુધી કુલ 8 લાખથી વધુ પ્રવાસીઓ આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પ્રવાસીઓનો આંકડો હજારોને પાર
પ્રવાસીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા વ્યવસ્થાઓ મજબૂત કરવામાં આવી રહી છે. સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા, પાર્કિંગ, પીવાનું પાણી, સફાઈ અને માર્ગદર્શન માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ન્યુ યરની ઉજવણીને ધ્યાનમાં રાખીને સત્તામંડળ ઉપરાંત આસપાસની હોટેલ, રિસોર્ટ અને ટેન્ટ સીટીના સંચાલકો દ્વારા પણ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે જોડાયેલા વિવિધ આકર્ષણો જેમ કે વેલી ઓફ ફ્લાવર્સ, સરદાર સરોવર ડેમ, જંગલ સફારી, લેઝર શો અને એકતા મોલ પ્રવાસીઓમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. શિયાળાની મોહક હવામાન અને ભવ્ય વ્યવસ્થાઓના કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી આ વર્ષે પણ ન્યુ યર સેલિબ્રેશન માટે ટોપ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન સાબિત થઈ રહ્યું છે.