ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના પેપર લીકના આક્ષેપો વચ્ચે ચેરમેનનું નિવેદન, કહ્યું કોઇ ફરિયાદ મળી નથી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના પેપર લીકના આક્ષેપો વચ્ચે ચેરમેનનું નિવેદન, કહ્યું કોઇ ફરિયાદ મળી નથી

| Edited By: | Updated on: Dec 15, 2021 | 2:31 PM

ગૌણ સેવા પસંદગી મંડળના પ્રમુખ અસીત વોરાએ જણાવ્યું કે, પેપર લીકના આક્ષેપ અંગે સાબરકાંઠાની પોલીસ તપાસ કરી રહી છે..

ગુજરાતમાં (Gujarat)  રવિવારે લેવાયેલી હેડક્લાર્કની(Head Clerk) 186 જગ્યાની ભરતી (Recruitment)  માટેની પરીક્ષાનું પ્રશ્નપત્ર લીક(Paper Leak) થયાના આક્ષેપો લાગ્યા હતા. જેના પગલે ગૌણ સેવા પસંદગી મંડળના પ્રમુખ અસીત વોરાનું નિવેદન સામે આવ્યું છે. જેમાં અસીત વોરાના કહેવા મુજબ ગૌણ સેવા પસંદગી મંડળને આ અંગે કોઈ ફરિયાદ મળી નથી.

ગૌણ સેવા પસંદગી મંડળના પ્રમુખ અસીત વોરાએ જણાવ્યું કે, પેપર લીકના આક્ષેપ અંગે સાબરકાંઠાની પોલીસ તપાસ કરી રહી છે.. સાબરકાંઠાની પોલીસે 16 ટીમ બનાવી તપાસ આરંભી છે. પોલીસ વિભાગ દ્વારા તમામ સ્થળોની તપાસ કરવામાં આવી છે. પેપર લીક થયું છે કે, કેમ તે અંગે પોલીસ તંત્ર તપાસ કરી રહ્યું છે.

ગૌણ સેવા પસંદગી મંડળના પ્રમુખ અસીત વોરાએ વધુમાં જણાવ્યું હતું કે, ગૃહ પ્રધાન સાથે આ અંગે બેઠક કરવામાં આવી છે.. ગૃહપ્રધાને આશ્વાસનઆપ્યું છે કે, જો પેપર લીક થયું હશે તો કોઈને પણ છોડવામાં નહીં આવે. સાથે અસીત વોરાએ જણાવ્યું હતું કે , પોલીસની તપાસ ચાલી રહી છે, પેપર લીક થયું છે કે, તે અંગે તપાસ ચાલી રહી છે અને જ્યાં સુધી નિર્ણય નહીં આવે ત્યાં સુધી પેપરની આન્સર કી જાહેર કરવામાં નહીં આવે

આ પણ વાંચો : Surat : મેટ્રોનું કામ શરૂ નથી થયું છતાં રસ્તો બંધ કરી દેવાતા સ્થાનિકોમાં આક્રોશ

આ પણ વાંચો : સરદાર પટેલની પુણ્યતિથિ પર PM MODI, ગૃહપ્રધાન અમિત શાહ અને CM ભુપેન્દ્ર પટેલે સ્મરણાંજલિ અર્પણ કરી

Published on: Dec 15, 2021 02:30 PM