રાજ્યના કેટલાક જિલ્લામાં આજે પડશે કાળઝાળ ગરમી, સોમવારથી ચાર દિવસ ગરમીમાં મળશે રાહત
હવામાન વિભાગે ગુજરાતના કેટલાક ભાગમાં હીટવેવની આગાહી આપી છે. જો કે બીજી તરફ આવતીકાલ એટલે કે સોમવારથી ગરમીમાં આંશિક રાહત મળશે તેવી માહિતી પણ આપી છે.
ગુજરાત (Gujarat)માં ઉનાળાની શરુઆત સાથે જ કાળઝાળ ગરમી પડવાની પણ શરુઆત થઈ ગઈ છે. હવામાન (weather) વિભાગે ગુજરાતના કેટલાક ભાગમાં હીટવેવ (Heatwave)ની આગાહી આપી છે. જો કે બીજી તરફ આવતીકાલ એટલે કે સોમવારથી ગરમીમાં આંશિક રાહત મળશે તેવી માહિતી પણ આપી છે.
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આજે પણ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં કાળઝાળ ગરમી પડશે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણામાં અંગ દઝાડતી ગરમી પડશે તો સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં પણ ગરમી રહેશે. જ્યારે કચ્છમાં પણ કાળઝાળ ગરમીને લઈ યલો એલર્ટ અપાયું છે.
બીજી તરફ આવતીકાલ એટલે કે સોમવારથી ચાર દિવસ સુધી રાજ્યમાં લોકોને ગરમીથી આંશિક રાહત મળી શકે છે. કારણ કે કાલથી ચાર દિવસ સુધી તાપમાનમાં બે ડિગ્રી સુધીનો ઘટાડો થશે. સમુદ્રમાં પવન ફુંકાવાના કારણે ગરમીમાં આંશિક રાહત મળશે. જ્યારે 28 માર્ચ બાદ રાજ્યમાં ફરી ગરમીના પ્રમાણમાં વધારો થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.
મહત્વનું છે આ વર્ષે ગરમીએ ગુજરાતમાં 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. 15 માર્ચ પહેલા જ 38થી વધુ ડિગ્રી ગરમી નોંધાઈ છે. તો હાલમાં ગુજરાતના મોટા શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન છે.
આ પણ વાંચો- આજે ગૌણ સેવા પસંદગી મંડળની હેડ ક્લાર્કની પરીક્ષા, 2 લાખ 41 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે
આ પણ વાંચો- Surat: બિલ્ડિંગ દુર્ઘટનામાં બેના મોત બાદ કોર્પોરેશનની કાર્યવાહી, આખી જ ઈમારતને સીલ કરી દેવાઈ
