આજે ગૌણ સેવા પસંદગી મંડળની હેડ ક્લાર્કની પરીક્ષા, 2 લાખ 41 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે

રાજ્યના મુખ્ય સાત જિલ્લાના 786 કેન્દ્રો પર પરીક્ષા લેવા માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગુજરાતમાં પ્રથમવાર GPSC પેટર્નથી હેડ ક્લાર્કની પરીક્ષા લેવાશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 20, 2022 | 10:09 AM

આજે ગૌણ સેવા પસંદગી મંડળની હેડ ક્લાર્કની પરીક્ષા છે. ગુજરાતના (Gujarat) મુખ્ય સાત જિલ્લાના 786 કેન્દ્રો પર પરીક્ષા લેવા માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગુજરાતમાં પ્રથમવાર GPSC પેટર્નથી હેડ ક્લાર્ક (head Clerk)ની પરીક્ષા (Exam) લેવાશે. ત્યારે અગાઉ પરીક્ષા મોકુફ રખાયા બાદ હવે ફરીથી પરીક્ષાનું આયોજન કરાતા ઉમેદવારો (Candidates)માં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

રાજ્યમાં 2 લાખ 41 હજારથી વધુ ઉમેદવારો ગૌણ સેવા પસંદગી મંડળની હેડ ક્લાર્કની પરીક્ષા આપશે. સાત જિલ્લાના 786 કેન્દ્રો પર પ્રથમવાર GPSC પેટર્નથી હેડ ક્લાર્કની પરીક્ષા લેવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પેપર ફૂટે નહીં તે માટે દરેક કેન્દ્ર પર સ્ટ્રોંગરૂમની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. પરીક્ષા દરમિયાન કોરોના ગાઈડલાઈનનું પણ પાલન કરવામાં આવશે. પરીક્ષાના પગલે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની 12 ડિસેમ્બર 2021ના રોજ યોજાયેલી હેડ ક્લાર્કની ભરતી માટેની પરીક્ષાનું પેપર ફૂટ્યું હતું. જે બાદ સરકારમાં દોડધામ થઈ ગઈ હતી. આ પેપર હિંમતનગરથી ફુટ્યુ હોવાનું સામે આવ્યુ હતુ અને 10-10 લાખ રુપિયામાં પેપર વેચાયા હોવાનું પણ સામે આવ્યુ હતુ. પેપર ફુટ્યાની ઘટના બાદ પરીક્ષા રદ કરવામાં આવી હતી. જે બાદ આજે પરીક્ષા યોજાઇ રહી છે.

આ પણ વાંચો- દાદરાનગર હવેલી: યુવતીએ મોતને વ્હાલુ કરવા નદીમાં છલાંગ લગાવી, સ્થાનિક યુવકના સાહસે તેની જીંદગી બચાવી

આ પણ વાંચો- Ahmedabad: 2 દિવસમાં નશો કરીને ડ્રાઈવ કરનારા 84 લોકો વિરુદ્ધ કેસ, હજુ પણ નિયમ તોડનારાઓની ખેર નથી

Follow Us:
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">