Ahmedabad : દાણીલીમડા વિસ્તારમાંથી ઝડપાયુ જુગારધામ, 18 જુગારીની ધરપકડ કરી 1.72 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

|

Oct 12, 2022 | 3:49 PM

અમદાવાદના (Ahmedabad) દાણીલીમડામાંથી જુગારધામ ઝડપાયું છે. શાહઆલમ ટોલનાકા પાસે જુગારધામ ચાલતું હોવાની બાતમીને આધારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડા પાડ્યાં હતા.

અમદાવાદમાં (Ahmedabad) ફરી એકવાર જુગારધામ ઝડપાયુ છે. દાણીલીમડા વિસ્તારમાં શાહઆલમ ટોલનાકા પાસે જુગારધામ ચાલતુ હોવાની જાણકારી મળતા સ્ટેટ મોનીટરીંગ સેલે (State Monitoring Sale) દરોડા પાડ્યા હતા. જે પછી પોલીસની કામગીરી પર સવાલો ઊભા થઇ રહ્યા છે. જે પછી સ્થાનિક પોલીસ અધિકારીઓ પણ પગલાં લેવામાં આવે તેવી શક્યતા છે. હાલ તો સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે 18 જુગારીઓની (gambler) ધરપકડ કરીને તેમની પૂછપરછ હાથ ધરી છે.

રોકડ, મોબાઇલ સહિત કુલ 1.72 લાખનો મુદ્દામાલ જપ્ત

અમદાવાદના દાણીલીમડામાંથી જુગારધામ ઝડપાયું છે. શાહઆલમ ટોલનાકા પાસે જુગારધામ ચાલતું હોવાની બાતમીને આધારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડા પાડ્યાં હતા. તપાસ દરમિયાન જુગારધામ ચલાવનાર જયંતિ ઠાકોર સહિત કુલ 18 જુગારીઓની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ રોકડ, મોબાઇલ સહિત કુલ 1.72 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. તો મુખ્ય આરોપી મનીષ સરગાડા અને ભાઈલાલ ઓડને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. તો બીજી તરફ દાણીલીમડા પોલીસની કામગીરી શંકાના ઘેરામાં આવી છે. સ્થાનિક પોલીસે હપ્તા લઈ જુગારધામને મંજૂરી આપી હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. છેલ્લા ઘણા સમયથી પોલીસની રહેમ નજર હેઠળ જુગારધામ ધમધમી રહ્યું હોવાની પણ ચર્ચા છે..જેને લઇ સ્થાનિક પોલીસ અધિકારીઓ પણ પગલાં લેવામાં આવે તેવી શક્યતા છે. હાલ તો સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે જુગારીઓની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.

Next Video