મોડાસામાં પ્રધાને રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો, જિલ્લામાં વાવેતરના પ્રમાણમાં થયો વધારો

| Updated on: Nov 24, 2023 | 7:35 PM

અરવલ્લી જિલ્લામાં રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અન્ન અને નાગરીક પૂરવઠા રાજ્યકક્ષા પ્રધાન ભીખુસિંહ પરમારે મોડાસા ખાતેથી મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. બે દશકથી આ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જે આગળ વધતા ચાલુ વર્ષે મહોત્સવનો રાજ્યમાં પ્રારંભ કરવામાં આવ્યો છે.

મોડાસા ખાતેથી રાજ્યકક્ષાના પ્રધાન ભીખુસિંહ પરમારની ઉપસ્થિતિમાં અરવલ્લી જિલ્લામાં રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તેઓએ આ બતાવ્યુ હતુ કે, વર્ષ 2005 થી સમગ્ર રાજ્યમાં કૃષિ મહોત્સવની શરુઆત થઈ હતી. બે દાયકા દરમિયાન તેનુ સફળતાપૂર્વક આયોજન પાર પાડવામાં આવ્યુ હતુ. અમદાવાદના પિરાણાથી રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્ય કક્ષાના રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો.

આ પણ વાંચોઃ રિંકૂ સિંહે અંતિમ બોલ પર ફટકારેલ ‘વિનિંગ સિક્સર’ કેમ ના આવી કામ? આ નિયમને કારણે 6 રન ઉમેરાયા નહીં

મુખ્યપ્રધાનના કાર્યક્રમને મોડાસામાં સૌએ લાઈવ નિહાળીને સીએમ ભૂપેન્દ્ર પટેલના ઉદબોધનને સાંભળ્યુ હતુ. બે દિવસ ચાલનારા મહોત્સવમાં અલગ અલગ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. જેના દ્વારા નિદર્શન કરવામાં આવ્યુ છે. પ્રાકૃતિક ખેતી, પરંપરાગત કૃષિ ઉપયોગ અને પોષકગુણો સહિતની બાબતોથી ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા. જિલ્લામાં રવિ સિઝનની વાવણી હાલમાં ચાલી રહી છે. આ દરમિયાન વાવણીના પ્રમાણમાં પણ વધારો નોંધાયો છે.

અરવલ્લી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Nov 24, 2023 07:34 PM