ગુજરાતમાં શાળાઓમાં વિદ્યાર્થીઓની 100 ટકા હાજરી મુદ્દે હાઇકોર્ટમાં રાજ્ય સરકારે આપ્યું આ નિવેદન

|

Mar 30, 2022 | 8:50 PM

મુખ્ય સરકારી વકીલે ન્યાયાધીશ સમક્ષ નિવેદન કર્યું છે, કે રાજ્યની શાળાઓમાં 100 ટકા હાજરી ફરજિયાત નથી . તેમજ પરીક્ષા માટે પરિસ્થિતિને ધ્યાને રાખી પરીક્ષા માટે હાજરી ફરજિયાત નથી. શાળામાં હાજરી અંગેનો નિર્ણય શાળા અને વાલીઓ પર છોડવામાં આવ્યો છે

ગુજરાતની(Gujarat)  શાળાઓમાં વિદ્યાર્થીઓની(Student)  100 ટકા હાજરી(Attendence)  મુદ્દે હાઇકોર્ટમાં રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. મુખ્ય સરકારી વકીલે ન્યાયાધીશ સમક્ષ નિવેદન કર્યું છે, કે રાજ્યની શાળાઓમાં 100 ટકા હાજરી ફરજિયાત નથી . તેમજ પરીક્ષા માટે પરિસ્થિતિને ધ્યાને રાખી પરીક્ષા માટે હાજરી ફરજિયાત નથી. શાળામાં હાજરી અંગેનો નિર્ણય શાળા અને વાલીઓ પર છોડવામાં આવ્યો છે મહત્વનું છે કે શાળામાં 100 ટકાની હાજરીને લઈને અરજદારે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી

રાજ્ય સરકાર શા માટે જોખમ ઉઠાવી રહી છે

ઉલ્લેખનીય છે, આ પૂર્વે રાજ્યની શાળાઓમાં વિદ્યાર્થીઓની 100 ટકા હાજરીના નિર્ણય સામે દાખલ કરવામાં આવેલી PILની સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી. ચીફ જસ્ટિસ અરવિંદ કુમારની આગેવાની હેઠળની ડિવિઝન બેન્ચે રાજ્ય સરકારને સવાલ કર્યો હતો કે એક તરફ કોવિડના ડેલ્ટા પ્લસ ઓમીક્રોન વાયરસના કેસ મળી રહ્યા છે, તો પછી રાજ્ય સરકાર શા માટે જોખમ ઉઠાવી રહી છે અને વિદ્યાર્થીઓની 100 ટકા હાજરીની વાત કરી રહી છે.

શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરીનો મુદ્દો વાલીઓ પર છોડવો જોઈએ. બેન્ચે એવું પણ અવલોકન કર્યું હતું કે તાજેતરના સંજોગોમાં ગેરહાજર રહેતા વિદ્યાર્થીઓ સામે કોઈ પગલાં લેવા જોઈએ નહીં. આ ઉપરાંત ઓછી હાજરી ધરાવતા વિદ્યાર્થીઓને પરીક્ષા માટે હોલ ટિકિટ (એડમિટ કાર્ડ) આપવામાં આવવા જોઇએ.

આ પણ વાંચો :  Valsad: વાપીમાં ટ્રાન્સપોર્ટ નગરની વર્ષો જૂની માગ હજુ સંતોષાઈ નથી, શહેરમાં દરરોજ સર્જાય છે ટ્રાફિકની સમસ્યા

આ પણ વાંચો :  Ahmedabad : સાવકા પિતાએ સગીરા સાથે શારીરીક છેડછાડ કરી, ફરિયાદ બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી

Published On - 8:46 pm, Wed, 30 March 22

Next Video