આગામી વિધાનસભા ચૂંટણીમાં 100 નવા ચહેરા શોધવાના મુદ્દે ભાજપ પ્રદેશ પ્રમુખની સ્પષ્ટતા, જાણો શું કહ્યું CR પાટીલે
ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલે તેમના નિવેદન પર સ્પષ્ટતા કરી છે. પાટીલનું નિવેદન હતું કે આગામી વિધાનસભા ચૂંટણીમાં 100 નવા ચહેરા શોધવામાં આવશે. નવા ચહેરાઓને ટીકીટ આપવાની વાત પર શું કહ્યું પાટીલે ચાલો જાણીએ.
આગામી વિધાનસભા ચૂંટણીમાં 100 નવા ચહેરા શોધવાની વાત ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલે કરી હતી. જેના પર હવે પાટલે સ્પષ્ટતા કરી છે. CR પાટીલે કહ્યું કે આગામી વિધાનસભા ચૂંટણીમાં હાલના ધારાસભ્યો બદલવાની વાત નથી. મતલબ કે ગત ચૂંટણીમાં જે ભાજપમાંથી ઉમેદવાર વિધાનસભામાં જીત્યા હતા અને ધારાસભ્યનું પદ સંભાળે છે તેમને બદલવામાં નહીં આવે. જણાવી દઈએ કે હાલમાં ભાજપના 112 ધારાસભ્યો છે. જેમાંથી ભાજપથી જીતેલા ઉમેદવાર છે. ત્યારે પાટીલના કહેવા પ્રમાણે બાકી રહેતી 70 બેઠક માટે નવા ઉમેદવાર શોધવા પડશે.
આ ઉપરાંત પાટીલે એમ પણ ઉમેર્યું કે “જે બેઠક પરના ધારાસભ્ય રીટાયર્ડ થતા હશે તેમના સ્થાને પણ નવા ઉમેદવાર શોધવા પડશે”. આ રીતે 70 બેઠક પર નવા અને રીટાયર્ડ થતા ઉમેદવારને જોડીને આગામી ચૂંટણીમાં અંદાજે 100 નવા ચહેરાને ટિકિટ અપાશે. સાથે જ “કાર્યકરો મહેનત કરશે અને લોકો સ્વીકારશે તો ટિકિટ મળી શકે છે” એવી વાત પણ ઉમેરી છે. આ સાથે જ કાર્યકર્તાઓને મહેનત અને લોકપ્રેમ મેળવવા પ્રેરણા તેમજ સંકેત આપ્યા છે.
આ પણ વાંચો: ગીર અભયારણ્યમાં સિંહોના અકાળે મૃત્યુનો મુદ્દો, રેલ્વેએ વિસાવદર-તલાલા બ્રોડગેજ પ્રોજેક્ટ પડતો મુક્યો
કડવા પાટીદાર સમાજે પણ પણ એક મજબૂત બંધારણ બનાવવાની જરૂર- રૂપાલા
MLA કેતન ઈનામદારનો વધુ એક ધડાકો, સંકલન બેઠકનો કર્યો બહિષ્કાર
સારંગપુરની જર્જરિત પાણીની ટાંકી પર આ રીતે ચડાવાયું JCB, જુઓ વીડિયો
દિશાએ લગ્ને પછી પોતાની હિમ્મત અને સાહસથી સપનું સાકાર કર્યું
