Gujarati VIDEO : માવઠાનો માર ! જસદણ પંથકમાં છેલ્લા બે દિવસમાં વરસેલા વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધુ

Gujarati VIDEO : માવઠાનો માર ! જસદણ પંથકમાં છેલ્લા બે દિવસમાં વરસેલા વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધુ

| Edited By: | Updated on: Mar 08, 2023 | 7:05 AM

છેલ્લા બે દિવસમાં વરસેલા વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધુ છે. રાત દિવસ જોયા વગર ધરતીપુત્રોએ પાક તૈયાર કર્યો હતો, પરંતુ ભારે પવન સાથે વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોને લાખો રૂપિયાનુ નુકશાન પહોંચાડ્યુ છે.

Rajkot : રાજકોટના જસદણ પંથકમાં છેલ્લા બે દિવસમાં વરસેલા વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધુ છે.રાત દિવસ જોયા વગર ધરતીપુત્રોએ પાક તૈયાર કર્યો હતો.તો દવાના છંટકાવ અને ખાતર દ્વારા પાક બચાવ્યો હતો, પરંતુ હવે એ જ પાક માવઠાની બલિ ચડી ગયો છે.ભારે પવન સાથે વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોને લાખો રૂપિયાનુ નુકશાન પહોંચાડ્યુ છે.

કમોસમી વરસાદને કારણે ખેડૂતોને લાખો રૂપિયોનુ નુકશાન

મહત્વનું છે કે શિયાળુ પાક ઉભો હતો અને વાર હતી માત્ર તેને લણવાની,પરંતુ જગતનો તાત પાક લણે અને માર્કટ યાર્ડ સુધી પહોંચાડે તે પહેલા જ માવઠાનો માર સહન કરવાનો વારો આવ્યો છે.આ સ્થિતિમાં હવે ખેડૂતો આર્થિક વળતર માટે સરકાર પાસે અપેક્ષા રાખી રહ્યા છે.

મુખ્યમંત્રી સહાય યોજના હેઠળ સહાય આપવાની માગ-ખેડૂત આગેવાન

તો આ તરફ કમોસમી વરસાદ અંગે ખેડૂત આગેવાન દિલીપ સખિયાએ સરકાર પાસે તાત્કાલિક સહાયની માગ કરી છે. દિલીપ સખિયાએ કહ્યું હતું કે, કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોઢામાં આવેલો કોળિયો છીનવાય ગયો છે, ત્યારે સરકારે મુખ્યમંત્રી સહાય યોજના અંતર્ગત તાત્કાલિક સહાય ચૂકવવી જોઇએ. હાલમાં ખેડૂતોને ઘઉં,ધાણા,જીરૂ અને સોરઠમાં કેરીના પાકને મોટું નુકસાન થયું છે ત્યારે તેની સહાય ચૂકવવામાં આવે તેવી માગ છે.

Published on: Mar 08, 2023 07:05 AM