Surat : દિવાળી પર ST વિભાગે કરી વિશેષ વ્યવસ્થા, 7 દિવસમાં 2 હજારથી બસ દોડાવાશે, જુઓ Video

| Edited By: | Updated on: Oct 27, 2024 | 8:44 AM

દિવાળીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે વતનથી દૂર રહેતા લોકોને તહેવાર ટાણે ઘર જવા ઈચ્છતા હોય છે. પરંતુ બસ, ટ્રેનમાં ભારે ભીડ ઉમટવાના કારણે વતન જવા માટે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે.

દિવાળીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે વતનથી દૂર રહેતા લોકોને તહેવાર ટાણે ઘર જવા ઈચ્છતા હોય છે. પરંતુ બસ, ટ્રેનમાં ભારે ભીડ ઉમટવાના કારણે વતન જવા માટે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે સુરતમાં ST વિભાગે 2 હજાર 200 વધારાની બસ દોડાવવાનો નિર્ણય કર્યો છે.

7 દિવસમાં 2 હજારથી બસ દોડાવાશે

સુરતમાં વસતા રત્નકલાકારો દિવાળી ઉજવવા માટે વતન સૌરાષ્ટ્ર જઈ શકે તે માટે બસની વધારાની ટ્રીપનું સંચાલન કરવામાં આવશે. સુરતના વરાછા, કતારગામ, ડભોલી, કાપોદ્વા વિસ્તારમાંથી આ બસ ઉપડશે. આગામી 7 દિવસમાં કૂલ 2200 બસ દોડવામાં આવશે.

દિવાળીનો તહેવાર નજીક આવતા પોલીસ એક્શનમાં

બીજી તરફ સુરતમાં દિવાળીનો તહેવાર નજીક આવતા પોલીસ એક્શનમાં આવી છે. રાત્રી દરમિયાન ડિંડોલી પોલીસે પેટ્રોલિંગ હાથ ધર્યું છે. વધુ ભીડવાળી જગ્યા અને બજારોમાં લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે. ખરીદી કરતા સમયે પોતાની કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખવાની સૂચના આપી છે. બજારોમાં ભીડ હોવાથી ચોરીની ઘટના વધતા પોલીસ સતર્ક છે.