Bharuch News : ચાંદીપર દરગાહ પાસે ST બસ વરસાદી કાંસમાં ખાબકી, જુઓ Video

| Edited By: | Updated on: Oct 07, 2024 | 11:36 AM

રાજ્યમાં અવારનવાર અકસ્માત સર્જાયો છે. ત્યારે ભરુચના ચાંદીપર દરગાહ પાસે બસ વરસાદી કાંસમાં ખાબકી છે. બસ ચાલકને બમ્પર નજરે નહીં પડતા કાબૂ ગુમાવ્યો છે. ડાભા સર્કલ પાસે બસ ચાલકે કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.

રાજ્યમાં અવારનવાર અકસ્માત સર્જાયો છે. ત્યારે ભરુચના ચાંદીપર દરગાહ પાસે બસ વરસાદી કાંસમાં ખાબકી છે. બસ ચાલકને બમ્પર નજરે નહીં પડતા કાબૂ ગુમાવ્યો છે. ડાભા સર્કલ પાસે બસ ચાલકે કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. કારેલી ગામથી જંબુસર જતી બસ કાંસમાં ખાબકી હતી. બસના ચાલક – કંડકટર સહિત 15 જેટલા વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે. વિદ્યાર્થીઓને જંબુસર રેફરલ હોસ્પિટલમાં દાખલ કર્યા છે.

અંબાજીના ત્રિશુળિયા ઘાટ પાસે બસ પલટી

બીજી તરફ બનાસકાંઠાના અંબાજીના ત્રિશુળિયા ઘાટ પર બસ અકસ્માત સર્જાયો છે. અંબાજીના ત્રિશુળિયા ઘાટ પાસે બસ પલટી ગઈ હતી. જેમાં 4 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યું છે. મળતી માહિતી અનુસાર અંબાજીથી દાતા તરફ આવતી બસને આ અકસ્માત નડ્યો હતો. જેમાં 35થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત સર્જાતા તાત્કાલિક સ્થાનિકો દ્વારા 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.