Cyclone Biparjoy : વાવાઝોડાને લઈને ST વિભાગ પણ એલર્ટ, GPS ટ્રેકિંગ દ્વારા તમામ બસનું લાઈવ મોનિટરિંગ, જુઓ Video

Cyclone Biparjoy : વાવાઝોડાને લઈને ST વિભાગ પણ એલર્ટ, GPS ટ્રેકિંગ દ્વારા તમામ બસનું લાઈવ મોનિટરિંગ, જુઓ Video

| Edited By: | Updated on: Jun 13, 2023 | 6:21 PM

વાવાઝોડાને લઈ ST વિભાગ દ્વારા તમામ બસનું લાઈવ ટ્રેકિંગ કરવામાં આવી રહ્યું છે. GPS ટ્રેકિંગ દ્વારા લાઈવ મોનિટરિંગ કરી વાતાવરણને અનુલક્ષી કયા રુટ પર નહીં જવું તેની માહિતી અપાઈ રહી છે. જોકે સૌરાષ્ટ્રના કેટલાક લોંગ રુટને શોર્ટ કરી દેવાયા છે.

Cyclone Biparjoy: વાવાઝોડાને લઈને એસટી વિભાગ પણ એલર્ટ મોડમાં આવી ગયું છે. દરિયાઈ સીમા પર સતત મોનિટરિંગ કરાઈ રહ્યું છે. GPS ટ્રેકિંગ દ્વારા લાઈવ મોનિટરિંગ તમામ બસનું કરાઇ રહ્યું છે. રાણીપ ખાતે એસટી ઓફીસ પર બનાવેલ સીસીસી કંટ્રોલરૂમ ખાતે તમામ તૈયારીઓ કરવામાં આવી છે. ગુજરાતના કોસ્ટલ એરિયામાં જીઓ ફેન્સ પણ લાગુ કરવામાં આવ્યા છે.

જીઓ ફેન્સ મારફતે બસના સંચાલન પર લાઈવ નજર રાખવામા આવી રહી છે. જો કોઈ ભયાનક સ્થિતિ જણાય તો તે વિસ્તારમાથી બસને તાત્કાલિક રવાના કરવા સૂચના આપવામાં આવશે. લાઈવ મોનિટરિંગ દરમ્યાન તેમણે કોલ કરીને પણ સતત અપડેટ લેવાઈ રહી છે.

આ પણ વાંચો : દરિયા કિનારા વિસ્તારમાં દેવભૂમિ દ્વારકાના 82 ગામડાઓના સાવચેતીના પગલા હાથ ધરાયા-HM હર્ષ સંઘવી

પોરબંદર, માંગરોળ, સહિતના વિસ્તારોમાં રુટ સદંતર બંધ કરવામાં આવ્યા છે. વાવાઝોડા અને વરસાદને કારણે સંચાલન બંધ કરવામાં આવ્યું હોવાનું અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે. જેમાં કુલ 350 જેટલી બસ બંધ કરવામાં આવી છે. 15 જૂન સુધી આ તમામ રુટ બંધ રહેશે.

મહત્વનુ છે કે કચ્છ, ભુજ, જામનગર, અમરેલી સહિતના 15 ટકા વિસ્તારોમાં સંચાલના બંધ છે. જીઓ ફેન્સ કરીને બસો પર લાઈવ નજર રાખવામા આવી રહી છે. મહેસાણા-દ્વારકા ની લોન્ગ ટ્રીપ જામનગર સુધી કરાઇ છે. સાથે સોમનાથની બસ જૂનાગઢ સુધી જશે. આ સાથે સૌરાષ્ટ્ર તરફની તમામ લોન્ગ ટ્રીપ શોર્ટ કરવામાં આવી છે. તમામ ડેપો અને સ્ટેશન પર cctv પરથી નજર રખાઈ રહી છે. ખાસ કરીને ડિઝલનો જથ્થો રાખવા અને તમામ હોર્ડિંગ્સ ઉતારી લેવા સૂચન અપાઈ છે.

બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો