Breaking News : વડોદરાના સાધલી-કરજણ વચ્ચે 50 મુસાફરો ભરેલી ST પલટી, અનેક ઈજાગ્રસ્ત, જુઓ Video
ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવી છે. ત્યારે વડોદરાની શિનોરના સાધલી-કરજણ વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે. સાધલી-કરજણ વચ્ચે 50 મુસાફરો ભરેલી ST બસને અકસ્માત નડ્યો છે.
ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવી છે. ત્યારે વડોદરાની શિનોરના સાધલી-કરજણ વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે. સાધલી-કરજણ વચ્ચે 50 મુસાફરો ભરેલી ST બસને અકસ્માત નડ્યો છે. બસ વૃક્ષ સાથે અથડાયા બાદ કાંસમાં ખાબકી હતી. મળતી માહિતી અનુસાર બસ ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા આ ઘટના બની હતી. એક બાળકી સહિત 6 લોકોને ઈજા પહોંચી છે. ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે સ્થાનિકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમજ ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ભરુચમાં અકસ્માતમાં એકનું મોત
બીજી તરફ ભરૂચના અંકલેશ્વર વાલિયા રોડ પર અકસ્માતમાં એકનું મોત થયું છે. કોસમડી નજીક હાઈવે પર બેફામ ટ્રકે બાઈકને અડફેટે લીધા હતા. જેમાં બાઈક પર સવાર પત્નીનું મોત થયું છે. જ્યારે પતિ અને બાળકને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
