Ahmedabad: સાબરમતીમાં પ્રદુષણ ફેલાવતી ફેકટરીઓ સામે હાઇકોર્ટની લાલ આંખ, AMC ને આપ્યા આ આદેશ

સાબરમતી નદીમાં પ્રદુષણના વિવાદે હાઈકોર્ટે મહત્વાના નિર્દેશ આપ્યા છે. નદીમાં ઔદ્યોગિક એકમો મોટાપાયે પ્રદૂષણ ફેલાવી રહ્યા છે. આવા એકમોને શોધી કાઢીને પગલાં ભરવા કોર્ટે કહ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 28, 2021 | 10:27 AM

અમદાવાદની સાબરમતી નદીમાં ઔદ્યોગિક એકમો મોટાપાયે પ્રદૂષણ ફેલાવી રહ્યા છે. આવા એકમોને શોધી કાઢીને પગલાં ભરવા ગુજરાત હાઈકોર્ટે AMCને આદેશ કર્યો છે. હાઈકોર્ટે કરેલી સુઓમોટો જાહેરહિતની અરજીમાં હાઈકોર્ટની ખંડપીઠે સુનાવણી હાથ ધરી હતી. જેમાં આદેશ કરાયો છે કે પ્રદૂષિત પાણીને યોગ્ય રીતે ટ્રીટમેન્ટ કરીને સાબરમતી નદીમાં છોડવામાં આવે જેથી પ્રદૂષણ ઘટે. તેમજ એએમસી કમિશનર આ નિર્દેશનું પાલન કરાવે. હાઈકોર્ટે ચીફ સેક્રેટરીને પણ નિર્દેશ આપ્યા છે કે, નદીમાં પ્રદૂષણ ઘટાડવા અને સારા પરિણામ મેળવવા માટે તેઓ મ્યુનિસિપલ કમિશનરના સંપર્કમાં રહીને તમામ પ્રકારનો સહકાર આપે.

હાઈકોર્ટે એએમસીને એ પણ નિર્દેશ આપ્યો છે કે, મેગા પાઈપલાઈનમાં ગેરકાયદે જોડાણ કરી પ્રદૂષિત પાણી છોડનારા ઔદ્યોગિક એકમોની ઓળખ કરો અને તેની સામે કાયદા મુજબ પગલા લો. તમામ એસટીપીને વૈજ્ઞાનિક ધોરણે ચલાવો અને તેના પ્રદૂષિત પાણીને યોગ્ય રીતે ટ્રીટમેન્ટ કર્યા પછી જ નદીમાં છોડો. જેના લીધે, નદીનું તો રક્ષણ થશે, સાથે સાથે પ્લાન્ટની મશીનરીને પણ ફાયદો થશે.

 

આ પણ વાંચો: IPL: અમદાવાદ ની નવી ટીમ ખરીદનાર CVC કેપિટલને લઇને સવાલો સર્જાયા છે, આ દરમિયાન BCCI એ કહ્યુ-બધુ બરાબર છે.

આ પણ વાંચો; NSS સ્વયંસેવકો માટે ખુશખબર: રાજ્ય સરકારે વેતન વધારવાનો કર્યો નિર્ણય, જાણો કેટલું મળશે વેતન

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">