Rajkot: યાજ્ઞિક રોડ પર બેફામ કાર ચલાવતો શખ્સ ઝડપાયો, અન્ય વાહન ચાલકોનો જીવ જોખમમાં મુકનાર નબીરાનો Video થયો વાયરલ
રાજકોટમાં ટ્રાફિકથી ભરચક માર્ગ પર એક નબીરાએ ફૂલ સ્પીડમાં કાર હંકારીને પસાર થતા અન્ય વાહન ચાલકો જીવ જોખમમાં મૂક્યા હતા.રાજકોટના યાજ્ઞિક રોડ પરનો બેફામ ડ્રાઈવિંગનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
Rajkot : છેલ્લા કેટલાક સમયથી બેફામ વાહનચાલકોના કારણે અકસ્માત થયા હોવાની ઘટના સામે આવી રહી છે. જ્યાં પોલીસ સતત નિયમોનું પાલન થાય તે માટે પ્રયત્નો કરે છે. છતા પણ બેફામ વાહન હંકારતા લોકોના વીડિયો વાયરલ થતા જોવા મળે છે. ત્યાં રાજકોટમાં ટ્રાફિકથી ભરચક માર્ગ પર એક નબીરાએ ફૂલ સ્પીડમાં કાર હંકારીને પસાર થતા અન્ય વાહન ચાલકો જીવ જોખમમાં મૂક્યા હતા.
રાજકોટના યાજ્ઞિક રોડ પરનો બેફામ ડ્રાઈવિંગનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેના આધારે એ ડિવીઝન પોલીસે કાર ચલાવનારા નબીરાને ઝડપી પાડ્યો હતો. પોલીસના સકંજામાં આવતા જ યુવક માફી માગવા લાગ્યો હતો. અને લોકોને ટ્રાફિકના નિયમ પાળી અને રોડ પર સ્ટંટ ન કરવા અપીલ કરી હતી.