ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલને લઈને દર્શકોમાં જબરો ઉત્સાહ, ‘ભારત કી જય’ નામ સાથે બનાવ્યો વિશેષ ફ્લેગ- વીડિયો

| Edited By: | Updated on: Nov 18, 2023 | 8:41 PM

અમદાવાદ: ICC વનડે વર્લ્ડ કપની ફાઈનલ રવિવારે રમાનાર છે એ પહેલા દર્શકો સ્ટેડિમય પહોંચી ચુક્યા છ. વર્લ્ડ કપની આ રોમાંચક ફાઈનલ મેચને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ટીમ ઈન્ડિયાને ચીઅર કરવા વિવિધ પ્રકારના ફ્લેગ  અને  ટીમ ઈન્ડિયાના બેનર સાથે પહોંચી રહ્યા છે. 

અમદાવાદ: ઈન્ડિયા… ઈન્ડિયા…. ભારત માતાકી જય.. જય હો…. આ તમામ નારાઓ લગાવવા માટે ભારતીય દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. વર્લ્ડ કપની ફાઈનલને આડે ગણતરીની કલાકો બાકી છે ત્યારે દર્શકોમાં પણ જબરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરવા માટે દેશના ખૂણેખૂણેથી દર્શકો આવી રહ્યા છે.

ભારતીય ટીમને ચિઅર કરવા માટે ગોરખપુરથી આવેલા એક યુવકે એક વિશેષ પ્રકારનો ફ્લેગ તૈયાર કર્યો છે. જેમા તમામ પ્લેઈંગ ઈલેવન ખેલાડીઓના નામનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ભારત કી જય અને તમામ ખેલાડીઓના નામનો તેમણે વિશેષ ફ્લેગ તૈયાર કર્યો છે.

આ પણ વાંચો: અમદાવાદ: 500 યુવાનની ટીમ ફાઈનલ પૂર્વેની રંગારંગ સેરેમનીમાં મચાવશે ધૂમ, લાખો દર્શકોની સામે બોલાવશે ગરબાની રમઝટ- વીડિયો 

ભારત કી જય સાથે તમામ પ્લેયર્સના નામનો ફ્લેગમાં સમાવેશ

ગોરખપુરથી આવેલા આ દર્શક ફાઈનલને લઈને ઘણા જ ઉત્સાહિત છે, મેચની ટિકિટ પણ મળી ગઈ હોવાથી વિશેષ તૈયારીઓ સાથે ટીમ ઈન્ડિયાને ચીઅર કરવા પહોંચી ગયા છે અને ટીમ ઈન્ડિયા ટ્રોફી જીતશે તેને લઈને પણ આશ્વસ્ત છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

 

Published on: Nov 18, 2023 08:40 PM