સુરત બાદ રાજકોટમાં ( Rajkot ) બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર યોજાવવાનો છે. 1 અને 2 જૂને રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારનું આયોજન કરવામાં આવશે. મુંબઈના કારીગરોએ રાજસ્થાની મહેલ થીમ પર ખાસ સ્ટેજ તૈયાર કર્યું છે. આયોજક યોગીન છનિયારાએ કહ્યું, સુરતના કાર્યક્રમને જોતા બાબાના દરબારમાં સવા લાખથી વધારે લોકો આવે તેવી શક્યતા છે. દરબારમાં આવવા માટે કોઈ રજિસ્ટ્રેશન કે ટોકન સિસ્ટમ રાખવામાં આવી નથી.
આ પણ વાંચો : Rajkot : બાલાજી મંદિર ટ્રસ્ટ વિવાદ મુદ્દે બંને પક્ષોએ કલેક્ટર સમક્ષ રજૂ કર્યો જવાબ, હવે કોર્ટમાં રજૂ કરાશે રિપોર્ટ
જો કે આજે અમદાવાદમાં બાબાનો ભવ્ય દરબાર યોજાવવાનો હતો પરંતુ વરસાદ વરસતા ઠેર- ઠેર પાણી ભરાયા હોવાથી આજનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ રાજકોટ બાદ વડોદરામાં 3 જૂન નવલખી ગ્રાઉન્ડમાં બાબાનો દિવ્ય દરબાર યોજાશે. ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને લઈ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.
લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે મુખ્ય સ્ટેજ સહિત અન્ય ત્રણ સ્ટેજ બનાવવામાં આવશે. ધર્મગુરુ, મહાનુભાવો અને સાંસ્કૃતિક કાર્યક્રમ માટે અલગ સ્ટેજ બનાવવામાં આવશે. મુખ્યપ્રધાન અને ગૃહરાજયમંત્રીને દરબારમાં આવવા આયોજકો આમંત્રણ આપશે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો