દાહોદની સ્પેશયલ પોક્સો કોર્ટે દુષ્કર્મ અને હત્યાના કેસમાં ફાંસીની સજા સંભળાવી. દાહોદના ગરબાડામાં 3 વર્ષ પહેલા એક કૌટુંબિક મામાએ ભાણી સાથે દુષ્કર્મ આચરીને હત્યા કરી હોવાની ઘટના બની હતી. જેમાં દાહોદની કોર્ટે પહેલીવાર પોક્સોના આરોપીને ફાંસીની સજા સંભળાવી છે.
આ પણ વાંચો : Dahod : ટ્રેકટરને ઓવરટેક કરતા કાર-છકડા વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, એકનું મોત, જુઓ Video
જો ઘટનાની વાત કરીએ તો કૌટુંબિક મામાએ બાળકીનું અપહરણ કરી ખેતરમાં લઈ જઈને તેના પર દુષ્કર્મ આચર્યુ હતુ. ત્યારબાદ મામાએ બાળકીને ગળુ દબાવીને હત્યા કરી નાખી હતી. અને મૃતદેહને ઝાડી ઝાંખરામાં ફેકી દીધી હતી. સરકારી વકીલની ધારદાર દલીલો થકી આ કેસમાં બાળકીને ન્યાય મળ્યો છે. જેમાં દાહોદની સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ સી.કે. ચૌહાણ દ્વારા આરોપીને વિવિધ ગુના હેઠળ જુદી – જુદી સજા ફટકારવામાં આવી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…