કેરળથી આવેલી ચાર દીકરીઓએ લવ જેહાદને લઈને ફેલાવી જાગૃતિ, વિશ્વ ઊમિયા ફાઉન્ડેશન દ્વારા કાર્યક્રમનું આયોજન, જુઓ વીડિયો

કેરળથી આવેલી ચાર દીકરીઓએ લવ જેહાદને લઈને ફેલાવી જાગૃતિ, વિશ્વ ઊમિયા ફાઉન્ડેશન દ્વારા કાર્યક્રમનું આયોજન, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Jan 31, 2024 | 11:36 AM

આર્ષ વિદ્યાસંસ્થાન ધર્માંતરણ અને લવ જેહાદ જેવા કિસ્સાઓમાં યુવતીઓને પરત લાવવા માટે કામગીરી કરી રહી છે, ત્યારે કેરળથી અમદાવાદ આવેલી વિદ્યાર્થીનીઓને અત્યારના સમયમાં ચાલતી લવ જેહાદ તેમજ ધર્માંતરણની ઘટનાઓ અંગે પોતાની આપવીતી જણાવી હતી.

દેશભરમાં ચાલતી ધર્માંતરણ અને લવજેહાદની પ્રવૃત્તિથી વિદ્યાર્થીનીઓને વાકેફ કરવા અને સમજ આપવા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કેરળથી આર્ષ વિદ્યાસંસ્થાના ફાઉન્ડર આચાર્ય મનોજજી તેમજ ધર્માતરણ અને લવજેહાદના ભોગ બનેલી યુવતીઓ અમદાવાદ આવી જાગૃતિ ફેલાવાની કામગીરી કરી હતી.

લવ જેહાદને લઈને જાગૃતિ

આર્ષ વિદ્યાસંસ્થાન ધર્માંતરણ અને લવ જેહાદ જેવા કિસ્સાઓમાં યુવતીઓને પરત લાવવા માટે કામગીરી કરી રહી છે, ત્યારે કેરળથી અમદાવાદ આવેલી વિદ્યાર્થીનીઓને અત્યારના સમયમાં ચાલતી લવ જેહાદ તેમજ ધર્માંતરણની ઘટનાઓ અંગે પોતાની આપવીતી જણાવી હતી.આ ઉપરાંત અત્યાર સુધી 7200 જેટલા યુવતીઓને પરત પણ લાવી ચૂકી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

કેરળથી આવેલી ચાર દીકરીઓએ વર્ણવી આપવીતિ

અમદાવાદ પહોંચેલી કેરળની ચારેય દીકરી પોતાની સાથે થયેલી આપવીતી જણાવી હતી.તેમણે જણાવ્યું હતું કે લવ જેહાદ નામનું એક ષડયંત્ર ચાલી રહ્યું છે જેનાથી દીકરીઓએ દૂર રહેવું જોઈએ. આ ઉપરાંત હાલ સોશિયલ મીડિયા થકી જેહાદી બનાવવામાં આવે છે અને ધર્માંતરણ કરાવવામાં આવી રહ્યું છે જે ખૂબ ચિંતાજનક વિષય છે.

આ પણ વાંચો-સુરેન્દ્રનગરના હળવદ APMCમાં કપાસના મહત્તમ ભાવ રૂપિયા 7320 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

ભોગ બનેલી દીકરીઓએ પોતાની આપવીતી પર એક ખાસ પુસ્તક પણ લખેલું છે. કેરળની સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં 7200 જેટલી યુવતીને પરત લાવવાનો દાવો કર્યો હતો, તો બીજી તરફ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા પણ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને આ પ્રકારના કિસ્સામાં દીકરીઓને જોઈતી તમામ મદદ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન કરશે તેવો સંકલ્પ પણ કરવામાં આવ્યો હતો.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો