Ahmedabad: ઈસ્કોન બ્રિજની નાકાબંધી કરીને પોલીસે હાથ ધર્યું કડક ચેકિંગ, જુઓ Video

| Edited By: | Updated on: Aug 06, 2023 | 5:58 PM

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ પોલીસ એક્શનમાં છે. ઈસ્કોન બ્રિજના છેડે કડક ચેકિંગ કરાઇ રહ્યું છે. મોડી રાત સુધી પોલીસ ચેકિંગમાં જોતરાઈ છે.

અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ (ISKCON Bridge) પર અકસ્માત બાદ શહેર પોલીસ સ્પેશિયલ ડ્રાઈવ ચલાવી રહી છે. ઈસ્કોન બ્રિજના દક્ષિણ તરફના છેડે નાકાબંધી કરીને ચેકિંગ કરવામાં આવ્યું છે. રાત્રે 10 વાગ્યાથી લઈને મોડી રાત સુધી આ ચેકિંગ કરવામાં આવે છે. જેમાં શંકાસ્પદ કાર, બ્લેક ફિલમ લગાવેલી કાર રોકીને ચેકિંગ કરવામાં આવે છે.

આ પણ વાંચો : GSRTC: ગુજરાત ST માં ભરતી બહાર પડી, ડ્રાયવર અને કંડકટરની જગ્યા માટે 1 મહિના સુધી ઓનલાઈન અરજી સ્વીકારશે

ગાડીઓ સહિત આસપાસના કેફેમાં પણ ચેકિંગ કરવામાં આવે છે.. એટલું જ નહીં યુવાનોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા પણ સમજાવવામાં આવે છે. આ ચેકિંગમાં ગત રાત્રે અધિક પોલીસ કમિશનર ચિરાગ કોરડિયા, નાયબ પોલીસ કમિશનર ઝોન-7 અને N ડિવિઝનના મદદનીશ પોલીસ કમિશનર હાજર રહ્યા હતા.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Aug 06, 2023 05:45 PM