સોનુ સૂદે અમદાવાદની એક હોટલમાં AAP ના કાર્યકરો સાથે કરી બંધ બારણે બેઠક, શું સૂચવે છે આ ખાનગી મિટિંગ?
સોનુ સુધ ગુજરાતમાં હવે સક્રિય થયાના અહેવાલ આવી રહ્યા છે. મળેલી માહિતી અનુસાર સોનુ સુદે અમદાવાદમાં AAP નેતાઓ સાથે ખાનગી બેઠક કરી હતી.
અભિનેતા સોનુ સુદ (Sonu sood) ગુજરાતમાં જોવા મળ્યો છે. સોનુ સુધ ગુજરાતમાં હવે સક્રિય થયાના અહેવાલ આવી રહ્યા છે. મળેલી માહિતી અનુસાર સોનુ સુદે આજે એટલે કે 22 સપ્ટેમ્બરે અમદાવાદમાં AAP નેતાઓ સાથે ખાનગી બેઠક કરી હતી. બપોરથી અમદાવાદની (Ahmedabad) ખાનગી હોટલમાં બંધ બારણે ચર્ચા ચાલી રહી હતી.
માહિતી અનુસાર અભિનેતા સોનુ સૂદ ગુજરાતમાં (Sonu Sood in Gujarat) એક હોટલમાં જોવા મળ્યો. સોનુએ કેટલાક ઉદ્યોગકારો સાથે પણ બેઠક કરી હોવાની માહિતી નાહાર આવી છે. સાથે જ બેઠકમાં આમ આદમી પાર્ટીના (Sonu Sood AAP meeting) નેતાઓ પણ હોવાની માહિતી મળી છે. તમને જણાવી દઈએ કે સોનુ સુદને દિલ્લી સરકારે બ્રાંડ એમ્બેસેડર બનાવ્યો છે. તેમજ ગુજરાતમાં પણ કામગીરી કરવા સોનુએ તૈયારી દર્શાવી હતી. હવે આ બેઠક બાદ સોનુની રાજનીતિમાં સક્રિય બનાવની ચર્ચાઓ તેજ બની છે. તમને જણાવી દઈએ કે અભિનેતા સોનુ સૂદ થોડા દિવસો પહેલા દેલ્હીમાં CM કેજરીવાલને મળ્યો હતો. અને તેને દિલ્હીમાં દેશ કે મેન્ટર્સ પ્રોગ્રામમાં બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યો હતો.
જાહેર છે કે તાજેતરમાં કોરોના કાળમાં લોકોની મદદ કરીને મસીહા બનેલા સોનુ સૂદના ઘરે ઈનકમ ટેક્સના દરોડા પડ્યા હતા. અહેવાલ હતા કે સોનુ સૂદે ટેક્સ ચોરી કરી હોવાના કેટલાક પૂરાવા મળ્યા છે. તેમજ ઈનકમ ટેક્સ વિભાગના દાવા પ્રમાણે સોનુ સૂદે 20 કરોડથી વધુની રકમની કર ચોરી કરી છે. બાદમાં સોનુ સૂદ ચર્ચામાં છે. તેમજ દેલ્હીનો બ્રાંડ એમ્બેસેડર બન્યા પર પણ સોનુને મીડિયા દ્વારા સવાલ પૂછવામાં આવ્યા હતા. આ બાબતે સોનુએ કહ્યું હતું કે હું મારા ફાઉન્ડેશનના કામમાં ધ્યાન આપી રહ્યો છું. સરકાર એનું કામ કરતી રહેશે અને હું મારું કામ કરીશ. કેમકે આ કામ પણ વધારે જરૂરી છે.
આ પણ વાંચો: SURENDRANAGAR : ચોટીલાના લાખણકા ગામે રસી આપતા કર્મચારીને જાનથી મારી નાખવાની ધમકી, ફરિયાદ નોંધાઈ
આ પણ વાંચો: NGT : ગુજરાતને મળી શકે છે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલની સર્કીટ બેંચ, હાઈકોર્ટે કરી છે ભલામણ