Gujarati VIDEO : સોખડા હરિધામ વિવાદમાં હાઈકોર્ટની ખંડપીઠે કર્યો મહત્વનો હુકમ

| Edited By: | Updated on: Feb 24, 2023 | 7:23 AM

પ્રમુખ સ્વામી જૂથના સાધુઓને હાલ ટ્રસ્ટની મિલકતમાંથી હાલ પુરતા દુર ન કરવા હુકમ કર્યો છે. આ સાથે હાઈકોર્ટ ચેરિટી ટ્રસ્ટના હુકમ અને વચગાળાની કાર્યવાહી પર સ્ટે ફરમાવ્યો છે.

Vadodara : સોખડા હરિધામ મંદિરની સતા અને ગાદીના વિવાદમાં હવે હાઈકોર્ટની ખંડપીઠે મહત્વનો હુકમ કર્યો છે. પ્રમુખ સ્વામી જૂથના સાધુઓને હાલ ટ્રસ્ટની મિલકતમાંથી હાલ પુરતા દુર ન કરવા હુકમ કર્યો છે. આ સાથે હાઈકોર્ટ ચેરિટી ટ્રસ્ટના હુકમ અને વચગાળાની કાર્યવાહી પર સ્ટે ફરમાવ્યો છે. તો પ્રમુખ સ્વામી સંતના સાધુ સંતો જ્યાં નિવાસ કરે છે ત્યાં 10 માર્ચ સુધી ખલેલ ન પહોંચાડવા પણ હાઈકોર્ટની ખંડપીઠે હુકમ કર્યો છે.

ટ્રસ્ટના હુકમ અને વચગાળાની કાર્યવાહી પર સ્ટે ફરમાવ્યો

પબ્લિક ટ્રસ્ટની કલમ 41 A અંતર્ગત માત્ર ટ્રસ્ટના સંચાલન બાબાતની અરજી જ સાંભળવાનુ પણ હાઈકોર્ટનુ અવલોકન છે. મહત્વનપુર્ણ છે કે હાલમાં વચગાળાની વ્યવસ્થાથી નિર્ણયનગર અને બાખરોલમાં પ્રમુખ સ્વામી જુથના સાધુ સંતો રોકાઈ રહ્યા છે.