Navsari : દૂધમાં પાણીની ભેળસેળ કરતી ગેંગનો પર્દાફાશ, SOGએ 4 આરોપીની કરી ધરપકડ, જુઓ Video
નવસારીમાં દૂધમાં પાણીની ભેળસેળ કરતી ગેંગનો પર્દાફાશ થયો છે. SOGએ હલકી ગુણવત્તાવાળુ દૂધ વેચતા 4 આરોપીને ઝડપ્યા છે. બારડોલી રોડ પર આવેલા નસીલપોર નજીક SOGએ બાતમીના આધારે દરોડા પાડ્યા હતા.
રાજ્યમાં અનેક વખત ખાદ્યપદાર્થ ભેળસેળ યુક્ત ઝડપાયો છે. ત્યારે ફરી એક વાર ગુજરાતમાંથી ખાદ્યપદાર્થમાં ભેળસેળ કરતી ગેંગનો પર્દાફાશ થયો છે. નવસારીમાં દૂધમાં પાણીની ભેળસેળ કરતી ગેંગનો પર્દાફાશ થયો છે. SOGએ હલકી ગુણવત્તાવાળુ દૂધ વેચતા 4 આરોપીને ઝડપ્યા છે. બારડોલી રોડ પર આવેલા નસીલપોર નજીક SOGએ બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. મધર ડેરીના ટેન્કરમાંથી દૂધ કાઢીને પાણી ભેળવતા રંગેહાથ ઝડપાયા હતા. જુનાગઢથી મહારાષ્ટ્ર સુધી મધર ડેરીના ટેન્કર દ્વારા દૂધ પહોંચાડાતું હોવાનું સામે આવ્યું છે. દૂધમાં પાણી ભેળવવાના કૌભાંડમાં ડ્રાઇવરની મિલીભગતનો હોવાનો પણ ખુલાસો થયો છે.
મહેસાણામાંથી લીધેલા જીરાના નમૂના ફેલ !
બીજી તરફ આ અગાઉ મહેસાણામાં ફૂડ વિભાગ લીધેલા જીરાના નમૂના ફેલ થયા હોવાનું સામે આવ્યું હતુ. જીરાના નમૂનામાંથી સ્ટોન પાઉડર મળી આવ્યો હતો. પટેલ ભાર્ગવ પી.ના જીરાના નમૂનામાંથી સ્ટોન પાઉડર મળી આવ્યો હતો. પટેલ ભાર્ગવ પી,ના જીરાના નમૂનાના હજુ 2 રિપોર્ટ બાકી હતો. ફૂડ વિભાગ દ્વારા 16 ઓક્ટોબર 2024ના રોજ નમૂના લેવાયા હતા. ઊંઝાના ઉમા એન્ટરપ્રાઈઝના ગોડાઉનમાંથી લીધેલા વરિયાળીના નમૂના પણ ફેલ થઈ ગયા હતા.