પાટણમાંથી સબસીડીવાળા યુરિયા ખાતરને સગેવગે કરવાનુ કૌભાંડ ઝડપાયુ, 2ની ધરપકડ
એક તરફ સામાન્ય રીતે રવી સિઝનમાં ખેડૂતો સરકારી સબસીડીયુક્ત યુરિયા ખાતરને માટે કતારો લગાવતા હોય છે. ત્યાં બીજી તરફ લોભીયાઓ પૈસા કમાઈ લેવા માટે સરકારી ખાતરને જ સગેવગે કરી લેતા હોય છે. આવા લોભિયાઓને જ કારણે ખેડૂતોને સમસ્યાઓ સર્જાતી હોય છે. પાટણમાંથી આવો જ ગેરકાયદેસર સગેવગે કરવામાં આવેલ યુરિયા ખાતરની 562 બેગ ઝડપાઈ છે.
પાટણમાંથી સરકારી રાસાયણિક સબસીડી યુક્ત ખાતરને ઝડપાયુ છે. સરકારી યુરિયા ખાતરને બારોબાર જ સગવગે કરવામાં આવતુ હોવાને લઈને સ્પેશિલ ઓપરેશન ગૃપ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરમિયાન એસઓજીની ટીમે ખાતરનો મોટો જથ્થો ઝડપી લઈને તપાસ શરુ કરી છે. પાટણના હારીજ વિસ્તારમાં આવેલ સિદ્ધેશ્વરી જીનીંગ મિલમાંથી આ ખાતરનો જથ્થો ઝડપાયો છે.
આ પણ વાંચોઃ નકલી દવાઓનો કારોબાર, સુરતના વિશાલ ગાંધી સહિત 4 સામે હિંમતનગર પોલીસે FIR નોંધી
યુરિયા ખાતરની 562 જેટલી બેગને એસઓજીએ જપ્ત કરીને બે શખ્શોની ધરપકડ કરી છે. પોલીસે બંને આરોપીની ધરપકડ કરીને ખાતર ક્યાંથી અને કેવી રીતે સગેવગે કરતા હતા એ દિશામાં તપાસ શરુ કરવામાં આવી છે. સરકારી ખાતર સબસીડી યુક્ત ખાતર હોવા છતાં તેને બારોબાર વેચાણ કરવામાં આવતુ હોવાનુ કૌભાંડ માનીને તપાસ શરુ કરાઈ છે.
પાટણ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Nov 05, 2023 03:57 PM
