Surat : શિવશક્તિ માર્કેટમાં આજે ફરી લાગી ભીષણ આગ, ફાયર વિભાગની 20 ગાડી ઘટનાસ્થળે, જુઓ Video

Surat : શિવશક્તિ માર્કેટમાં આજે ફરી લાગી ભીષણ આગ, ફાયર વિભાગની 20 ગાડી ઘટનાસ્થળે, જુઓ Video

| Edited By: | Updated on: Feb 26, 2025 | 11:22 AM

સુરતમાં આવેલા શિવશક્તિ માર્કેટમાં ફરી આગની ઘટના બની છે. ગઈકાલે જ્યાં આગ લાગી હતી ત્યાં જ ફરી એક વાર આગ લાગી છે. આગે વિકરાળ રુપ ધારણ કરતા દૂર -દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા છે.

ગુજરાતમાં ફરી એક વાર આગની ઘટના બનતી હોય છે. ત્યારે ફરી એક વાર આજે સુરતમાં આગની ઘટના બની છે. સુરતમાં આવેલા શિવશક્તિ માર્કેટમાં ફરી આગની ઘટના બની છે. ગઈકાલે જ્યાં આગ લાગી હતી ત્યાં જ ફરી એક વાર આગ લાગી છે. આગે વિકરાળ રુપ ધારણ કરતા દૂર -દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા છે.

ગઈકાલે આગમાં 1 વ્યક્તિનું થયું હતું મોત

આજે ફરી એક વાર આગ લાગી હતી ત્યાં ફરી એક વાર આગ લાગતા સ્થાનિકોમાં પણ ભયનો માહોલ છે. આસપાસની અનેક દુકાનો ભીષણ આગની ઝપેટમાં આવી ગઈ છે. ઘટનાની જાણ થતા જ 20 જેટલી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ગઈકાલે આગની ઘટનમાં એક વ્યક્તિનું મોત થયું હતું.