Mehsana : વિશ્વ પુસ્તક દિવસે એક કરોડના ખર્ચે સ્માર્ટ લાયબ્રેરીને ખુલ્લી મુકાઇ

Mehsana : વિશ્વ પુસ્તક દિવસે એક કરોડના ખર્ચે સ્માર્ટ લાયબ્રેરીને ખુલ્લી મુકાઇ

| Edited By: | Updated on: Apr 23, 2022 | 11:50 PM

વિશ્વ પુસ્તક દિવસ અને કોપીરાઈટ દિવસે મહેસાણાના સાંસદ શારદા પટેલના હસ્તે સ્માર્ટ પુસ્તકાલય ખુલ્લુ મુકાયું છે..આ સ્માર્ટ લાયબ્રેરીમાં સીસીટીવી, વાઈ-ફાઈ નેટવર્કીગ, ઓડિયો-વિઝ્યુઅલ સિસ્ટમ, રીફેશ્મેન્ટ જોન, અદ્યતન ફર્નિચરની સુવિધા ઉભી કરાઇ છે.

આઝાદીના અમૃત મહોત્સવ અંતગર્ત મહેસાણા(Mehsana) જિલ્લામાં એક કરોડના ખર્ચે સ્માર્ટ લાયબ્રેરીને(Smart Liabary)  ખુલ્લી મુકાઇ છે. વિશ્વ પુસ્તક દિવસ અને (World Book Day) કોપીરાઈટ દિવસે મહેસાણાના સાંસદ શારદા પટેલના હસ્તે સ્માર્ટ પુસ્તકાલય ખુલ્લુ મુકાયું છે..આ સ્માર્ટ લાયબ્રેરીમાં સીસીટીવી, વાઈ-ફાઈ નેટવર્કીગ, ઓડિયો-વિઝ્યુઅલ સિસ્ટમ, રીફેશ્મેન્ટ જોન, અદ્યતન ફર્નિચરની સુવિધા ઉભી કરાઇ છે..એટલું જ નહીં બાળકોને રોચક સુંદર બાળવિભાગની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે..આ ગ્રંથાલયમાં ૫૫ હજારથી વધુ પુસ્તકો ઉપલબ્ધ છે.

ઉલ્લેખનીય છે કે, યુનેસ્કોએ 23 એપ્રિલ 1995ના રોજ વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી શરૂ કરી હતી. ત્યારબાદથી લોકોમાં પુસ્તકો વિશે જાગૃત કરવા અને પુસ્તકોનું મહત્વ સમજાવવા માટે વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી કરવામાં આવે છે. 23 એપ્રિલના રોજ જાણીતા લેખક વિલિયમ શેક્સપીયર રોજ મૃત્યુ પામ્યા હતા. તેમજ કોઈ વ્યક્તિનાં પુસ્તકોના સંકલન જોઇને જ તમે તેના વ્યક્તિત્વની સમજ મેળવી શકો છો. એવું કહેવામાં આવે છે કે પુસ્તકો એ માણસના સાચા મિત્રો છે અને મિત્રોમાંથી માણસની જ ઓળખ છે. પુસ્તકોમાં જ પુસ્તકો વિશે જે લખ્યું છે તે ખૂબ જ નોંધપાત્ર અને ઉત્તેજક પણ છે.

આ પણ વાંચો : ગુજરાતમાં રવિવારે યોજાનારી બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા માટે તૈયારીઓ પૂર્ણ, 10.45 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે

આ પણ વાંચો : Vadodara : IPL માં ક્રિકેટની મેચ રમાતા સટ્ટોનો પર્દાફાશ, બુકી સલમાન ગોલાવાલાના ઓપરેટરની ધરપકડ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published on: Apr 23, 2022 08:51 PM