Surat: સચિનમાં નિંદ્રાધીન પરિવાર પર મકાનનો સ્લેબ પડ્યો, એક વર્ષની બાળકીનું મોત, જુઓ Video

| Edited By: | Updated on: Sep 12, 2023 | 5:59 PM

ત્રણ માળના મકાનમાં બીજા માળે રૂમમાં આખો પરિવાર સૂતો હતો. પરિવાર નિંદ્રા માણી રહ્યો હતો આ દરમ્યાન રાત્રીના 3 વાગ્યા બાદ એકાએક સીલીંગના પોપડા પડ્યા હતા, જેમાં એક વર્ષીય બાળકી શિવાનીને ગંભીર ઈજાઓ થઈ હતી, જ્યારે પરિવારના અન્ય સભ્યોને પણ સામાન્ય ઈજાઓ થઇ હતી, પરિવારની બૂમાબૂમથી આસપાસથી લોકો દોડી આવ્યા હતા.

Surat : સુરતના સચિન (Sachin) વિસ્તારમાં નિંદ્રાધીન પરિવાર પર સ્લેબના પોપડા પડ્યા હતા, આ ઘટનામાં 1 વર્ષની બાળકીને ગંભીર ઈજાઓ થતા તેણીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં બાળકીને મૃત જાહેર કરાતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

આ પણ વાંચો Surat: સુરત પાલિકાને રખડતા ઢોરની ફરિયાદ કરનારનુ નામ જાહેર કરતા MLA કુમાર કાનાણીએ ઉઠાવ્યા સવાલ, કાર્યવાહીની કરી માંગ, જુઓ Video

મળતી માહિતી મુજબ મૂળ ઉતર પ્રદેશના વતની અને હાલમાં સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલી રામેશ્વર કોલોનીમાં રાહુલ યાદવ પરિવાર સાથે રહે છે. તેઓ મિલમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેના પરિવારમાં પત્ની, એક પુત્ર અને એક 1 વર્ષીય પુત્રી શિવાની હતી. એક રૂમમાં જ આખો પરિવાર રહે છે. દીકરી માતા સાથે બે મહિના પહેલા જ વતનથી સુરત આવી હતી.

ગતરાત્રીના સમયે ત્રણ માળના મકાનમાં બીજા માળે રૂમમાં આખો પરિવાર સૂતો હતો. પરિવાર નિંદ્રા માણી રહ્યો હતો, આ દરમ્યાન રાત્રીના 3 વાગ્યા બાદ એકાએક સીલીંગના પોપડા પડ્યા હતા, જેમાં એક વર્ષીય બાળકી શિવાનીને ગંભીર ઈજાઓ થઈ હતી, જ્યારે પરિવારના અન્ય સભ્યોને પણ સામાન્ય ઈજાઓ થઇ હતી, પરિવારની બૂમાબૂમથી આસપાસથી લોકો દોડી આવ્યા હતા.

 સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો