Gujarati Video : ભાવનગરની સર.ટી.હોસ્પિટલને શ્વાન મુક્ત કરવાની કામગીરી હાથ ધરાઈ, Videoમાં કેદ થયા દ્રશ્યો

|

Mar 02, 2023 | 9:02 AM

ટીવી નાઇને અહેવાલ પ્રસારીત કર્યા બાદ હોસ્પિટલનું તંત્ર સફાળુ જાગ્યું છે અને તત્કાલ અસરથી શ્વાનોને પકડવાની કામગીરી હાથ ધરાઈ હતી. સર.ટી.હોસ્પિટલને શ્વાન મુક્ત કરવાની કામગીરી શરુ કરાઈ છે.

ભાવનગરની સર.ટી.હોસ્પિટલમાં રખડતા શ્વાન મુદ્દે TV9ના અહેવાલની અસર પડી છે. ટીવી નાઇને અહેવાલ પ્રસારીત કર્યા બાદ હોસ્પિટલનું તંત્ર સફાળુ જાગ્યું છે અને તત્કાલ અસરથી શ્વાનોને પકડવાની કામગીરી હાથ ધરાઈ હતી. સર.ટી.હોસ્પિટલને શ્વાન મુક્ત કરવાની કામગીરી શરુ કરાઈ છે. એટલું જ નહીં હોસ્પિટલ પરિસરમાં રખડતા શ્વાનોના ખસીકરણની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો : Gandhinagar: ડુંગળીના તળિયે ગયેલા ભાવ અંગે ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણી, ગીતા બા જાડેજા સહિત APMCના હોદ્દેદારોની CM ભૂપેન્દ્ર પટેલને રજૂઆત

તો આ ગંભીર બેદરકારી અંગે હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટે કડક કાર્યવાહીની ખાતરી આપી હતી અને કહ્યું કે જે લોકોની બેદરકારી હશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

સર.ટી. હોસ્પિટલની ગંભીર બેદરકારીને કારણે દર્દીઓને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. હોસ્પિટલના ટ્રોમાં સેન્ટરનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં શ્વાન બેરોકટોક રખડી રહ્યું હતું. પરંતુ જાણે કે સ્ટાફ જ ન હોય તેમ આ શ્વાનને રોકવાનો કોઇ જ પ્રયાસ થયો ન હતો. સિવિલ હોસ્પિટલના તંત્રની લાલીયાવાડીનો ભોગ દર્દી બન્યા હતા.

Published On - 8:49 am, Thu, 2 March 23

Next Video