Aravalli : કળયુગમાં સોશિયલ મીડિયાની આડ અસર ! 10 વર્ષના પ્રેમી-પ્રેમિકા ઘરેથી ભાગી ગયા, જુઓ Video

| Updated on: Jan 04, 2025 | 2:41 PM

અરવલ્લીના ધનસુરા તાલુકામાંથી વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. 31 ડિસેમ્બરે ગુમ થયેલી બાળકી પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા હતા. જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા. જાણો શું હતી સમગ્ર ઘટના

અરવલ્લીના ધનસુરા તાલુકામાંથી વાલીઓ માટે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એકબાજુ બાળકોને સારી કેળવણી આપી શકાય અને સારો અભ્યાસ કરી શકે તે માટે માતા – પિતા દરેક પ્રયત્નો કરતા હોય છે. પરંતુ સોશિયલ મીડિયાના દુષણે અનેક બાળકોના ભવિષ્ય જોખમમાં મુકાયા હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે. અરવલ્લીના ધનસુરા તાલુકામાંથી 31 ડિસેમ્બરેના રોજ ધોરણ 5માં ભણતી 10 વર્ષની બાળકી ગુમ થઈ ગઈ હોવાની ઘટના સામે આવી હતી.

ત્રણ કિશોરીની મદદથી ભાગ્યા પ્રેમીપંખીડા

બાળકી ગુમ થતા વાલીઓના પગ નીચેથી જમીન ખસી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. બાળકીના માતા – પિતાએ તાત્કાલિક પોલીસ સ્ટેશમાં બાળકી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જો કે પોલીસે ગણતરીના કલાકોમાં સગીર કિશોર અને 10 વર્ષની બાળકીને શોધી લીધા હતા. મળતી માહિતી અનુસાર સગીર કિશોર અને બાળકીને સોશિયલ મીડિયા પર વાતચીત કરતા પ્રેમ થયો હતો. જેના પગલે બંન્ને બાળકો ઘર છોડી ભાગી ગયા હતા.

ધનસુરા તાલુકામાં સોશિયલ મીડિયા પર પ્રેમ થઈ જતા 10 વર્ષની બાળકી અને સગીર બાળક અન્ય ત્રણ કિશોરીની મદદ લઈને ભાગી ગયા હતા. જો કે પોલીસે ગણતરીના કલાકોમાં નજીકના ગામમાંથી શોધી લીધા બાદ ચોંકાવનારા ખુલાસા થયા હતા. પોલીસે ઘટનાને લઈ પોસ્કો અને અપહરણનો ગુનો નોંધ્યો હતો. તેમજ કિશોરને ઓબ્સર્વજેશન સેન્ટર ખાતે મોકલવામાં આવ્યો છે.

( વીથઈનપુટ – અવનીષ ગોસ્વામી )