Rajkot: ગોંડલના વોરાકોટડામાં 2 બાળકોના શંકાસ્પદ મોત, બંને બાળકોને પિતા અવારનવાર દરગાહ લઇ જતો હોવાનું ખુલ્યુ, જુઓ Video
રાજકોટના ગોંડલના વોરાકોટડામાં 2 બાળકોના શંકાસ્પદ મોત (Children death) મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. બે બાળકોના ઊલટી થયા બાદ અચાનક જ મોત થયા હતા.ત્યારે શંકાના આધારે પોલીસે (Gondal police) મૃતક બાળકોના પિતાની પૂછપરછ હાથ ધરી છે. જેમાં બંને બાળકોને પિતા અવારનવાર દરગાહ લઇ જતો હોવાનું સામે આવ્યુ છે.
Rajkot: રાજકોટના ગોંડલના વોરાકોટડામાં 2 બાળકોના શંકાસ્પદ મોત (Children death) મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. બે બાળકોના ઊલટી થયા બાદ અચાનક જ મોત થયા હતા.ત્યારે શંકાના આધારે પોલીસે (Gondal police) મૃતક બાળકોના પિતાની પૂછપરછ હાથ ધરી છે. જેમાં બંને બાળકોને પિતા અવારનવાર દરગાહ લઇ જતો હોવાનું સામે આવ્યુ છે.
મળતી માહિતી પ્રમાણે 15 દિવસ પહેલા જ બાળકોની માતાએ છૂટાછેડા લીધા હતા. જે પછી પિતા તેના બાળકોને સાંજના સમયે દરગાહમાં લઇ જતો હતો. મળતી માહિતી પ્રમાણે આ ઘટનામાં જમાડ્યા બાદ બાળકોને ઉલટી થઇ હતી. ઉલટી થયા બાદ બંને બાળકોના શંકાસ્પદ મોત થયા હતા. ત્યારે હવે બાળકોના મોતનું કારણ જાણવા ફોરેન્સિક તપાસ થશે. બંને બાળકોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos