Rajkot: રાજકોટ વિસ્તારમાં વરસાદ ખેંચાતા મગફળીનો પાક સુકાવા લાગ્યો, દોઢ મહિનાથી સિંચાઈ વિના ચિંતા વધી, જુઓ Video
વરસાદ ખેંચાવાને લઈ ખેડૂતો પરેશાન બન્યા છે. ઓગષ્ટ બાદ હવે સપ્ટેમ્બરમાં પણ વરસાદ ખેંચાયો છે. વરસાદ ખેંચાવાને લઈ હવે સૌરાષ્ટ્ર વિસ્તારમાં ખેડૂતો માટે કફોડી સ્થિતિ સર્જાઈ છે. વરસાદ વિના સિંચાઈ મુશ્કેલ બનતા હવે રાજકોટ જિલ્લામાં મગફળી અને કપાસના પાક નિષ્ફળતાને આરે હોવાની સ્થિતિ છે. સ્થાનિક ખેડૂતો હવે વરસાદ વિના પાકને સુકાતો જોવા મજબૂર બન્યા છે.

આ પણ વાંચોઃ IND vs PAK: કેએલ રાહુલનુ જબરદસ્ત કમબેક, પાકિસ્તાની બોલર્સની ધુલાઈ કરી ફટકારી સદી, ગૌતમ ગંભીરની બોલતી બંધ
રાજકોટ વિસ્તારમાં હાલમાં અનેક ખેતરમાં સૂકા પાક જોવા મળી રહ્યા છે. જે રીતે હાલમાં સિંચાઈ વરસાદને લઈ મળી નથી રહ્યુ અને જેને લઈ ખેડૂતો પરેશાન બન્યા છે. બોર અને કૂવામાં ભૂગર્ભ જળ પણ ઉંડા ઉતરવાને લઈ હવે સિંચાઈ થઈ શક્યુ નથી. એક તરફ સરકાર 10 કલાક વિજળી આપવાની વાત કરે છે, પરંતુ એટલા કલાક ભૂગર્ભ જળ ચાલે એવી સ્થિતિ નથી. વિસ્તારમાં કેનાલ જેવી સિંચાઈનુ નેટવર્ક યોગ્ય નથી અને એટલે જ પાકને સિંચાઈ કરી શકાય એમ નથી.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos
Latest News