Ahmedabad : જગન્નાથ મંદિર ડેવલપમેન્ટ પ્રોજેક્ટની શરુઆત, 35 મંદિરોનો જીર્ણોદ્ધાર કરાશે, જુઓ Video

|

Nov 19, 2024 | 3:01 PM

અમદાવાદમાં આવેલા જગન્નાથજી મંદિર ભક્તો માટે ખુશીના સમયાચાર આવી રહ્યાં છે. જગન્નાથ મંદિરના ડેવલપમેન્ટ પ્રોજેક્ટના કામની શરુઆત થઈ ચૂકી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક ખાસ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે.

અમદાવાદમાં આવેલા જગન્નાથજી મંદિર ભક્તો માટે ખુશીના સમયાચાર આવી રહ્યાં છે. જગન્નાથ મંદિરના ડેવલપમેન્ટ પ્રોજેક્ટના કામની શરુઆત થઈ ચૂકી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક ખાસ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. જે અંતર્ગત અમદાવાદના પ્રસિદ્ધ જગદીશ મંદિરની આસપાસના વિસ્તારને ડેવલપ કરવા માટે કામગીરી હાથ ધરાઈ છે.

35 પૌરાણિક મંદિરોનો થશે જીર્ણોદ્ધાર

લગભગ 155.02 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ પર કામ થશે. આ પ્રોજેક્ટને “ટેમ્પલલીંક પ્રોજેક્ટ” નામ અપાયું છે. જેને ત્રણ તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ અંતર્ગત જગન્નાથ મંદિર પાસેના 2 કિ.મી. લંબાઈના માર્ગને આવરી લેવામાં આવશે. અને તેમાં આવતા 35 મંદિરોનો પણ જીર્ણોદ્ધાર કરવામાં આવશે. જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીનું કહેવું છે કે આ પ્રોજેક્ટથી લોકોને પણ વિવિધ મંદિરમાં દર્શનની સુવિધા રહેશે.

સપ્તઋષિના આરાથી મંદિર સુધીનો માર્ગ ઈન્ટરલિંક

પ્રોજેક્ટ અંતર્ગત હાલ રથયાત્રા રૂટના ડેવલપમેન્ટનું કામ શરૂ કરાયું છે. તો જગન્નાથ મંદિરની આગળ એક “પ્લાઝા” એટલે કે મંદિર ચોક બનાવવાની કામગીરી હાથ ધરાશે. આ માટે તે વિસ્તારમાં આવતા દબાણોને દૂર કરવાની નોટિસ પણ પાઠવી દેવામાં આવી છે. લગભગ 7 દિવસમાં દબાણો દૂર કરવાની કામગીરી પણ શરૂ કરાશે. હાલ 15 દબાણોને નોટિસ અપાઈ ચુકી છે.

પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતીના કિનારે આવેલા સપ્તઋષિના આરાથી જગન્નાથ મંદિરના જળયાત્રા માર્ગ તેમજ વસંતચોક ગણેશમંદિર સુધીના માર્ગને ઈન્ટરલીંક કરવામાં આવશે. તેના માર્ગમાં આવતા 35 જેટલાં મંદિરોનો જીર્ણોદ્ધાર કરાશે.

Next Video