Gujarat Video: સુરેન્દ્રનગરના યુવક પર વેપારીનો અસહ્ય ત્રાસ, ધ્રાંગધ્રા પોલીસે નોંધી ફરીયાદ
યુવક પર ચોરીનો આરોપ મુકવામાં આવ્યો હતો.

Gujarat Video: સુરેન્દ્રનગરના યુવક પર વેપારીનો અસહ્ય ત્રાસ, ધ્રાંગધ્રા પોલીસે નોંધી ફરીયાદ

| Edited By: | Updated on: Jul 07, 2023 | 7:25 PM

Surendranagar: સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં વેપારીએ તેના નોકરી કરતા યુવક સાથે ગેરવર્તન કરીને માર મારવાને લઈને પોલીસ ફરિયાદ નોંધાવી છે. દુકાનમાં નોકરી કરવા દરમિયાન વેપારી દ્વારા તેને અવારનવાર ઘરે કામ કરવા માટે મોકલવામાં આવતો હતો.

 

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં વેપારીએ તેના ત્યાં નોકરી કરતા યુવક સાથે ગેરવર્તન કરીને માર મારવાને લઈને પોલીસ ફરિયાદ નોંધાવી છે. દુકાનમાં નોકરી કરવા દરમિયાન વેપારી દ્વારા તેને અવારનવાર ઘરે કામ કરવા માટે મોકલવામાં આવતો હતો. આ દરમિયાન તેના ઘરમાંથી ત્રણ ચાર તોલા સોનાના દાગીના ચોરી થયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. દાગીના ચોરી થવાને લઈને દુકાનના નોકરી કરતા યુવક પર આરોપ મુકવામાં આવ્યો હતો.

દુકાનની નોકરી છોડી દઈને યુવક સુરેન્દ્રનગરમાં પાણીપુરીની દુકાન શરુ કરી હતી. જ્યા પહોંચીને પણ તેને પરેશાન કરવામાં આવતો હતો. જ્યાં પાણીપુરીના ધંધા પર પહોંચીને તેની પર આરોપો લગાવીને બોલચાલ કરવામાં આવતી હતી અને યુવક વિરુદ્ધ ફરીયાદ કરવામાં આવી હતી. આમ વેપારીના અસહ્ય ત્રાસથી કંટાળી જઈને આખરે પોલીસ મથકે યુવક પહોંચ્યો હતો. જ્યાં વેપારી સાથે ત્રણ લોકો સામે ફરીયાદ નોંધાવી હતી.

 

આ પણ વાંચોઃ  Ahmedabad: ગૃહિણીઓ માટે આંચકા રુપ સમાચાર, હજુ આટલો સમય શાકભાજીનો વધુ ભાવ ખર્ચવા તૈયાર રહેવુ પડશે!

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jul 07, 2023 07:24 PM