Gujarati Video : ડમી પત્રકાર આશિષ કણજારિયાની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા, પેપર મિલના માલિક પાસેથી રુપિયા પડાવ્યા

|

May 04, 2023 | 3:50 PM

અમદાવાદમાં (Ahmedabad) તોડબાજ યૂ-ટ્યુબ ચેનલ પોલખોલના એડિટર આશિષ કણજારિયા વિરૂદ્ધ ક્રાઈમ બ્રાન્ચમાં અત્યાર સુધીમાં ત્રણ ફરિયાદ નોંધાઈ છે.

યૂ-ટ્યુબ ચેનસ પોલખોલના એડિટરની ઓળખ આપી રુપિયા પડાવનાર ડમી પત્રકાર આશિષ કણજારિયાની પોલીસ પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. આશિષ કણજારિયા સ્કૂલ પાસેથી ટ્રસ્ટના એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવતો હતો. આશિષે પેપર મિલના માલિક પાસેથી બંગલાના ડાઉન પેમેન્ટ માટે રૂપિયા પડાવ્યાનો ખુલાસો થયો છે. આશિષે છેલ્લા 9 વર્ષથી પુત્રના સ્કૂલની ફી ન ભરી હોવાનું પણ સામે આવ્યુ છે.

આશિષનો પુત્ર બોપલની શિવઆશિષ સ્કૂલમાં અભ્યાસ કરે છે. ત્યારે પોલીસે આશિષ અને પત્નીના બેંક ખાતાની માહિતી માગી છે. આશિષની અલગ અલગ વેબસાઈટ રજીસ્ટ્રેશન અંગેની પણ પોલીસે માહિતી માગી છે.

આ પણ વાંચો-Gujarati Video: દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સુરત APMCના ચેરમેન તરીકે સંદીપ દેસાઇ અને વાઇસ ચેરમેન તરીકે હર્ષદ પટેલની વરણી

અમદાવાદમાં તોડબાજ યૂ-ટ્યુબ ચેનલ પોલખોલના એડિટર આશિષ કણજારિયા વિરૂદ્ધ ક્રાઈમ બ્રાન્ચમાં અત્યાર સુધીમાં ત્રણ ફરિયાદ નોંધાઈ છે. ગઇકાલે યૂ-ટ્યુબ ચેનલ પોલખોલના એડિટર આશિષ કણજારિયા સામે થલતેજની ઉદગમ સ્કૂલના પૂર્વ ડિરેક્ટરે ફરિયાદ નોંધાવી હતી. તેમનો આરોપ છે કે- વર્ષ 2019માં આશિષ કણજારિયાએ RTE હેઠળ એડમિશન કરાવવા દબાણ કર્યું હતું અને એડમિશન નહીં આપે તો 6 લાખની માગ કરીને ધમકી આપી હતી. એટલું જ નહીં ઉદગમ સ્કૂલ વિરૂદ્ધ RTI કરીને ખોટા પુરાવા એકઠાના આધારે પરેશાન કરતો હતો.

પોતાની ઓળખ RTI એક્ટિવિસ્ટ તરીકે આપતો હતો

આમ તો લોકોને સાચી અને સચોટ માહિતી મળે તે માટે RTIનો કાયદો બન્યો છે, પરંતુ કેટલાક લોકો RTIના કાયદાનો ઉપયોગ કરી તોડબાજી કરતા હોય છે. કંઇક આવો જ કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. સ્કૂલો પાસેથી RTI મારફતે માહિતી લઈને સ્કૂલ પાસેથી ખંડણી માગતો તોડબાજ પત્રકાર અને RTI એક્ટિવિસ્ટ સકંજામાં છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આશિષ કણજારીયા નામના શખ્સની ધરપકડ કરી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Video